જમ્મુ કાશ્મીર: સેનાએ પાકિસ્તાનને LOC પર આપ્યો જોરદાર જવાબ

Posted By:
Subscribe to Oneindia News

પાકિસ્તાન સેના તરફથી થઇ રહેલા વારંવાર યુદ્ધ વિરામ ઉલ્લંગનનો ભારતે જોરદાર જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં એલઓસી પર પાકિસ્તાન સેનાની એક પોસ્ટ તબાહ કરી નાખી છે. સેના સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સૈનિકો ઘ્વારા આ પોસ્ટને નિશાનો બનાવવામાં આવી કારણકે આ પોસ્ટ થી જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિ ને અંજામ આપવામાં મદદ મળી રહી હતી.

આ પોસ્ટની મદદથી 10 ફેબ્રુઆરી દરમિયાન આતંકીઓએ સુંજવાન સ્થિત ઇન્ડિયન આર્મી કેમ્પમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 જવાન શહીદ થયા હતા અને એક નાગરિકની પણ મૌત થયી હતી. તે સમયે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને આ હુમલાનો જવાબ આપવામાં આવશે.

એલઓસી પર થઇ રહેલી જોરદાર ફાયરિંગ

એલઓસી પર થઇ રહેલી જોરદાર ફાયરિંગ

પાકિસ્તાન વારંવાર સીમા પર આતંકીઓની ઘૂણખોરી કરાવવા માટે પ્રયાસ કરે છે. એલઓસી પર થઇ રહેલી જોરદાર ફાયરિંગ ઘ્વારા આતંકીઓને કવર આપવામાં આવી રહ્યું છે. બુધવારે ભારતીય સીમા પર પાકિસ્તાની હેલીકૉપટર જોવામાં આવ્યું હતું. પાકિસ્તાન સેનાનું એક હેલીકૉપટર નિયમોને તોડીને નિયંત્રણ રેખાની નજીક આવી ગયું.

એલઓસી પર હાલત ગંભીર

એલઓસી પર હાલત ગંભીર

એલઓસી પર હાલત બગડી રહી છે એલઓસી પર રહેલા આર્મી કમાન્ડર અને કમાન્ડિંગ ઓફિસર ને એલઓસી પર દુશ્મનને જવાબ આપવા માટે આઝાદી આપી દેવામાં આવી છે.

400 આતંકી ઘુસવા માટે તૈયાર

400 આતંકી ઘુસવા માટે તૈયાર

ઉધમપુર નોર્દન આર્મી કમાન્ડર ઘ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે લગભગ 400 જેટલા આતંકીઓ પાકિસ્તાન તરફથી એલઓસી પાર કરવા માટે ઉનાળાની રાહ જોઈ રહ્યા છે તેઓ બરફ ઓગાળવાની સાથે જ કાશ્મીર માં ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે કાશ્મીર માં આ વખતે બરફ ઓછો પડ્યો છે જેના કારણે પાકિસ્તાન સેના ઘૂસણખોરી કરવા માટે જલ્દી આદેશ આપી શકે છે

English summary
Indian army hits hard destroys pakistan army post at loc jammu kashmir

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.