For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેનાએ જારી કરી એડવાઈઝરી, જવાનોને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાની મનાઈ

સેના તરફથી એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં બધા જવાનો અને ઑફિસર્સને સોશિયલ મીડિયાથી બચવાની સલાહ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સેના તરફથી એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં બધા જવાનો અને ઑફિસર્સને સોશિયલ મીડિયાથી બચવાની સલાહ આપવામાં આવી છે. સેના તરફથી બધા જવાનો અને ઑફિસર્સને કહેવામાં આવ્યુ છે કે તે યુનિફોર્મમાં પોતાની ઓળખ બતાવતા વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરે. સેના તરફથી કહેવામાં આવ્યુ છે કે એવી માહિતી સામે આવી છે જેમાં ઘણા જવાન યુનિફોર્મમાં વીડિયો બનાવી રહ્યા છે. તે પોતાની ઓળખ બતાવી રહ્યા છે અને આ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

indian army

વાયરલ થઈ રહ્યા છે ટિક-ટૉક વીડિયો

સેનાએ કહ્યુ છે કે બધા જવાનોને અને ઑફિસર્સને સલાહ આપવામાં આવે છે કે તે આવુ ન કરે. જવાનોની ઓળખ જાહેર થાય તો તેનાથી જોખમ ઉભુ થઈ શકે છે અને સેનાએ આને ધ્યાનમાં રાખીને આ એડવાઈઝરી જારી કરી છે. હાલમાં જ સેનાના ઘણા જવાનોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. સેનાએ આવા જવાનોને નિયમોનુ પાલન કરવાની અપીલ કરી છે. આજકાલ સોશિયલ મીડિયા અને ટિક-ટૉક પર જવાનોના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે.

આ પહેલા સોમવારે સેનાએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ સમાચારોને નકલી અને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા જેમાં બતાવવામાં આવ્યુ છે કે એપ્રિલના મધ્યમાં ઈમરજન્સીની ઘોષણા થઈ શકે છે. આ ઉપરાંત સમાચારોમાં કહેવામાં આવી રહ્યુ છે કે નાગરિકો પ્રશાસનની મદદ માટે ભારતીય સેના, દિગ્ગજો, રાષ્ટ્રીય કેડેટ અને રાષ્ટ્રીય સેવા યોજનાને તૈનાત કરવામાં આવશે. સેનાએ કહ્યુ, 'એ સ્પષ્ટ છે કે આ સમાચારો સંપૂર્ણપણે નકલી છે.'

આ પણ વાંચોઃ PM કેર્સ ફંડ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, પૂછ્યુ - આમાં પારદર્શિતા કેમ નથી?આ પણ વાંચોઃ PM કેર્સ ફંડ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, પૂછ્યુ - આમાં પારદર્શિતા કેમ નથી?

English summary
Indian Army issues advisory for all its personnel asking them not to share videos on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X