For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખમાં ફરીથી ઝડપ પર બોલી ભારતીય સેના - 'અમે શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ'

ભારત ચીનના સૈનિકોમાં ફરીથી ઝડપ પણ થઈ હતી. જેના પર હવે ભારતીય સેનાનુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લદ્દાખમાં ચાલી રહેલ સીમા વિવાદને ચાર મહિનાનો સમય થઈ ગયો છે. ભારતન તમામ ચેતવણીઓ બાદ પણ ચીન પોતાની હરકતોથી બાઝ નથી આવી રહ્યુ. 29-30 ઓગસ્ટની રાતે ચીની સેનાએ ફરીથી ભારતીય વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરી હતી જેને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધી. આ દરમિયાન બંને દેશોના સૈનિકોમાં ઝડપ પણ થઈ હતી. જેના પર હવે ભારતીય સેનાનુ નિવેદન સામે આવ્યુ છે.

ચીને ભડકાઉ સૈન્ય ગતિવિધિઓને અંજામ

ચીને ભડકાઉ સૈન્ય ગતિવિધિઓને અંજામ

સેનાના પ્રવકતા કર્નલ અમન આનંદના જણાવ્યા મુજહ લદ્દાખમાં મિલિટ્રી અને રાજનાયિક વાતચીત બાદ ઘણી સામાન્ય સંમતિઓ થઈ હતી. જેનુ 29-30 જૂનની રાતે ચીની સૈનિકોએ ઉલ્લંઘન કર્યુ. આ દરમિયાન તેમના તરફથી ભડકાઉ સૈન્ય ગતિવિધિઓને અંજામ આપવામાં આવ્યો છે. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યુ કે તે લદ્દાખમાં સીમા પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ સમાન રીતે પોતાની ક્ષેત્રીય અખંડતાની સુરક્ષા માટે પણ દ્રઢ નિશ્ચિત છે.

ગલવાનમાં 20 જવાન થયા હતા શહીદ

ગલવાનમાં 20 જવાન થયા હતા શહીદ

તમને જણાવી દઈએ કે લદ્દાખ અને સિક્કિમના અમુક વિસ્તારોમાં મેની શરૂઆતમાં જ વિવાદ શરૂ થઈ ગયો હતો. સિક્કિમમાં તો થોડા જ દિવસોમાં સ્થિતિ કાબુમાં આવી ગઈ પરંતુ લદ્દાખમાં હજુ પણ વિવાદ ચાલુ છે. આ દરમિયાન 15 જૂને ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિક ભિડાઈ ગયા હતા. જેમાં ભારતીય સેનાના કમાડિંગ ઑફિસર સહિત 20 જવાન શહીદ થયા હતા. આ ઉપરાંત 35 ચીની જવાનોના મોત આ ઘટનામાં થયા હતા જેનો આજ સુધી ચીને સ્વીકાર નથી કર્યો. હાલમાં જ ચીની સૈનિકોની કબરનો ફોટો સામે આવ્યો હતો.

લદ્દાખમાં ચીન બનાવી રહ્યુ છે 1962 જેવી સ્થિતિ

લદ્દાખમાં ચીન બનાવી રહ્યુ છે 1962 જેવી સ્થિતિ

એક રિપોર્ટ મુજબ ચીન, લદ્દાખને જોડતી એક નવો રસ્તાનુ નિર્માણ કરી રહ્યુ છે. આ રસ્તો લદ્દાખ પાસેના સીમા વિસ્તારમાં છે. અહીં આ રસ્તો હોવાથી પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જવામાં સુવિધા થઈ શકશે. સૌથી ખાસ વાત એ છે કે ચીને એ રીતની સ્થિતિઓ માર્ગ નિર્માણથી પેદા કરી દીધી છે જે વર્ષ 1962ના યુદ્ધના કારણે બની ગઈ હતી.

પ્</a><a target=રશાંત ભૂષણ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો 1 રૂપિયાનો દંડ" title="પ્રશાંત ભૂષણ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો 1 રૂપિયાનો દંડ" />પ્રશાંત ભૂષણ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો 1 રૂપિયાનો દંડ

English summary
Indian army official statement on ladakh flare up.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X