For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: લદ્દાખમાં ચીનની સીમા પર ભારતીય સેનાની એક્સરસાઈઝનો વીડિયો વાયરલ

ચીનના મીડિયા તરફથી આવેલા આ વીડિયો બાદ ઈન્ડિયન આર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચીન અને ભારત વચ્ચે લદ્દાખમાં તણાવ ચાલુ છે. બંને દેશોની સેનાઓ સામ-સામે છે અને આ ટકરાવ વચ્ચે ચીને એક વીડિયો જારી કરીને ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવાની કોશિશ કરી છે. ચીનના મીડિયા તરફથી આવેલા આ વીડિયો બાદ ઈન્ડિયન આર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નૉર્ધન આર્મી કમાંડ તરફથી ટ્વિટ કરવામાં આવ્યો હતો અને લદ્દાખ પર આધારિત છે.

indian army

દર વર્ષે ગરમીમાં થાય છે એક્સરસાઈઝ

નોર્ધન આર્મી કમાંડના આ વીડિયોમાં ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી તરફથી ટ્વિટ કરવામાં આવ્યુ છે. તેમણે આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યુ, 'ઈન્ડિયન આર્મીનો આ પ્રેરણાદાયક અને શ્વાસ થંભાવી દેતો વીડિયો જરૂર જોવો જોઈએ જે લદ્દાખના ઉત્તર ભાગમાં આપણી સીમાઓને સુરક્ષિત કરવામાં લાગ્યા છે.' વીડિયો ક્યારનો છે તેનો કોઈ અંદાજ નથી પરંતુ આમાં નૉર્ધન આર્મીના રિટાયર્ડ કમાંડર તરીકે લેફ્ટનન્ટ જનરલ(રિટાયર્ટ)રણબીર સિંહ જોવા મળી રહ્યા છે અને લેફ્ટનન્ટ જનરલ વાયકે જોશી 14 કૉર્પ્સ ફાયર એન્ડ ફ્યુરી કમાંડર તરીકે છે.

માનવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો ગયા વર્ષનો છે જ્યારે આર્મી લદ્દાખમાં દર વર્ષે ગરમીઓમાં થતી સમર એક્સરસાઈઝને પૂરી કરે છે. લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ હવે રિટાયર થઈ ચૂક્યા છે અને લેફ્ટનન્ટ જનરલ વાયકે જોશી નૉર્ધન આર્મી કમાંડરની જવાબદારી સંભાળી રહ્યા છે. નૉર્ધન આર્મી કમાંડર બનતા પહેલા લે. જનરલ જોશી ફાયર એન્ડ ફ્યુરી કૉર્પ્સના કમાંડર હતા.

Video: ગુજરાત કોંગ્રેસ 25 ધારાસભ્યો રાજસ્થાન રિસોર્ટમાં છૂપાવ્યા, BJPએ નોંધાવ્યો કેસVideo: ગુજરાત કોંગ્રેસ 25 ધારાસભ્યો રાજસ્થાન રિસોર્ટમાં છૂપાવ્યા, BJPએ નોંધાવ્યો કેસ

English summary
Indian Army's inspiring and breathtaking exercise Video viral, its reply to China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X