ચીનની દાદાગીરી બાદ સરહદ પર જોરાવર ટેન્ક તૈનાત કરાશે, જાણો શું છે તેની ખાસિયત?

ચીનને નીપટવા માટે ભારત સરહજ પર જોરાવર ટેન્ક તૈનાત કરશે. આ ટેન્ક અન્ય ટેન્કો કરતા ખાસ છે.

સરહદ પર સતત ચીન દાદાગીરી કરી રહ્યું છે ત્યારે ભારતે પણ તેને નીપટવા તૈયારી શરૂ કરી છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, ભારતે ચીન બોર્ડર પર જોરાવર ટેંક તૈનાત કરવાની તૈયારી શરૂ કરી છે. રક્ષા મંત્રાલય આ સપ્તાહના અંતમાં યોજાનારી બેઠકમાં આ મુ્દ્દે ચર્ચા કરશે.

army

સરકારી સૂત્રો અનુસાર, મેક ઈન ઈન્ડિયા હેઠળ 354 ટેન્ક ખરીદવાના પ્રસ્તાવ પર સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા કરાશે. ભારતીય સેનાએ તેની ભાવિ લાઇટ ટેન્કને લઈને જાહેરાત કરી છે અને તેને જોરાવર નામ આપવામાં આવ્યું છે.

આ હળવી ટેન્કોનું નામ જનરલ જોરાવરના નામ પરથી રખાયુ છે. જનરલ જોરાવરે તિબેટમાં ઘણી સફળ જીતનું નેતૃત્વ કર્યું હતું. આ ભાગ હાલ ચીની સેનાના નિયંત્રણમાં છે. સૈન્યના અધિકારીઓએ જણાવ્યું કે, આ લાઇટ ટેન્ક મેદાની, અર્ધ-રણ અને રણ, ઊંચાઈવાળા વિસ્તારો, સરહદી વિસ્તારો અને ટાપુ વિસ્તારો સાથે તમામ કટોકટીમાં સેનાને મદદ કરશે.

ભારતીય સેના પાસે હાલ ઉપલબ્ધ ટેન્કો મેદાન અને રણ માટે છે. તમામ ટેન્ક 45 થી 70 ટનની છે. પ્રોજેક્ટ જોરાવર હેઠળની લાઇટ ટેન્ક લગભગ 25 ટનની હશે. ચીનને અડીને આવેલા LAC પર તૈનાત કરવા માટે વિશ્વના સૌથી ઊંચા પાસ પરથી પસાર થવું પડે છે. આ સ્થિતિમાં T-72 અને અન્ય ભારે ટેંક માટે LAC સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી રહે છે. આ જ કારણે ભારતીય સેના લાઇટ ટેન્ક લેવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X