For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સેના વધુ તાકાતવર બનશે, નાગ મિસાઈલનું સફળ પરીક્ષણ

ભારતીય સેના વધુ તાકાતવર બનશે, નાગ મિસાઈલનું સફળ પરીક્ષણ

|
Google Oneindia Gujarati News

જોધપુરઃ ભારતે ગુરુવારે વધુ એક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. ડિફેંસ રિસર્ચ એન્ડ ડિઝાઈન ઓર્ગેનાઈઝેશન તરફથી ડેવલપ કરવામાં આવેલી એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ નાગનુંે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ રાજસ્થાનના પોખરણમાં કરાયું હતું. સવારે 6.45 વાગ્યે મિસાઈલને પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેંજથી દાગવામાં આવી હતી. મિસાઈલને એક વૉરહેડ સાથે ટેસ્ટ કરવામાં આવી અને ગુરુવારે તેનું ફાઈનલ ટ્રાયલ હતું. જે બાદ હવે મિસાઈલ સંપૂર્ણપણે સેનામાં સામેલ થવા માટે તૈયાર છે.

NAAG MISSILE

સેનામાં સામેલ કરવાનો રસ્તો સાફ

સૂત્રો મુજબ એટીજીએમ મિસાઈલ એટીજીએમ નાગ મિસાઈલે બે અલગ અલગ રેન્જ અને વિવિધ પરિસ્થિતિઓમાં પોતાના ટાર્ગેટને ભેદવામાં સફળતા હાંસલ કરી છે. આ સફળ પરીક્ષણ સાથે જ હવે નાગ મિસાઈલને સેનામાં સામેલ કરવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. સાબિત થઈ ગયું કે એટીજીએમથી સંબંધિત આ ટેક્નોલોજી અલગ અલગ હાલતમાં પણ ટાર્ગેટને હિટ કરવામાં સક્ષમ છે.

શું ખાસિયત છે

  • મિસાઈલ દાગ્યા બાદ રોકવી અશક્ય.
  • નાગ મિસાઈલનું વજન 42 કિલોગ્રામ છે
  • નાગ મિસાઈલ 8 કિલોગ્રામ વિસ્ફોટક સાથે ચારથી પાંચ કિમીના લક્ષ્યને આસાનીથી ભેદી શકે છે.
  • મિસાઈલની ગતિ 230 કિમી પ્રતિ સેકંડ છે.
  • લૉન્ચિંગના તરત બાદ ધુવાડો નથી નીકતો અને આ કારણે દુશ્મનને તરત ખબર નથી પડતી.
  • નાગ મિસાઈલને 10 વર્ષ સુધી કોઈપણ પ્રકારના મેન્ટેઈનન્સ વિના ઉપયોગમાં લઈ શકાય છે.

મહારાષ્ટ્રઃ થાણેમાં વીજળી પડવાથી મોટી દૂર્ઘટના, 1નુ મોત અને 26 ઘાયલમહારાષ્ટ્રઃ થાણેમાં વીજળી પડવાથી મોટી દૂર્ઘટના, 1નુ મોત અને 26 ઘાયલ

English summary
indian army will become more powerful, successful testing of NAG missile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X