ISISના ચંગુલમાંથી છૂટેલા ડૉક્ટરે જણાવી પોતાની આપવીતી
આતંકવાદી સંગઠનથી છૂટ્યા બાદ રામમૂર્તિએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનએસએ અને અન્ય અધિકારીઓને ધન્યવાદ કહ્યું હતું.
લીબિયામાં આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ ના ચંગુલમાંથી છૂટેલા ભારતીય ડૉ.કે.રામમૂર્તિએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનએસએ અને અન્ય અધિકારીઓને ધન્યવાદ કહ્યું છે.

આ સાથે જ ડૉક્ટરે પોતાની આપવીતી વર્ણવી છે, જે સાંભળીને ભારતીય અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. તેમણે એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, આતંકીઓ તેમને દબાણપૂર્વક ઑપરેશન થિયેટરમાં લઇ જઇ ઑપરેશન કરવાનું કહેતા. પરંતુ તેમણે ક્યારેય કોઇ સર્જરી કરી નથી. તેમણે જણાવ્યું કે, આઇએસઆઇએસના આંતકીઓએ મને 3 વાર ગોળી મારી અને ઘણા અસભ્ય શબ્દોનો ઉપયોગ પણ કર્યો. જેટલા પણ યુવાન આતંકવાદીઓ છે, તે સૌ ખૂબ ભણેલા-ગણેલા છે અને ભારત અંગે ખૂબ સારી રીતે જાણે છે.
ડૉક્ટરે જણાવ્યું કે, તેમને આંતકીઓની સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં બે ભારતીયો બંધ હતા, તેમને દબાણપૂર્વક વીડિયો બતાડવામાં આવતા. સીરિયા, નાઇજીરિયા જેવા દેશોના વીડિયો બતાવવામાં આવતા. આ વીડિયો ખૂબ જ ડરામણાં હતા. તેમને લાગતુ હતું કે, હું એક ડૉક્ટર છું અને એક દિવસ તેમના કામમાં આવીશ. આથી જ તેમણે મને જીવતો રાખ્યો અને એટલે જ કદાચ હું બચી ગયો.
Met organisation incharge Abu Hurairah,food supply incharge Abdullah Bisher,dentist Dr Rushid&health incharge Abu Umar Magrabi-Dr Ramamurthy pic.twitter.com/r2gKZFwroh
— ANI (@ANI_news) February 26, 2017
ઉલ્લેખનીય છે કે, ડૉ.રામમૂર્તિ કોસાનામનું લગભગ 18 મહિના પહેલાં લીબિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા જિલ્લાના એક ગામના રહેવાસી છે.












Click it and Unblock the Notifications
