ભારતીય ડૉક્ટરનો કમાલ, શરીરમાં કાપો માર્યા વિના મહિલાના ગળામાંથી કાઢ્યા 53 પથ્થર
ભારતીય ડૉક્ટરનો કમાલ, શરીરમાં કાપો માર્યા વિના મહિલાના ગળામાંથી કાઢ્યા 53 પથ્થર
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં ડૉક્ટર્સે એક અનોખા ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો. આ દુર્લભ ઓપરેશનમાં ડૉક્ટરે એક ઈરાની મહિલાના ગળામાંથી 53 જેટલા પથ્થર કાઢ્યા અને ચોંકાવનારી વાત તો એ છે કે મહિલાના શરીરમાં ડૉક્ટરે નાની એવી કટ પણ નથી લગાવી. ભારતીય ડૉક્ટર્સના આ કારનામાએ મહિલાને નવી જિંદગી આપી અને હવે તે પૂરી રીતે સ્વસ્થ છે. બીજી બાજુ મહિલાના ગળાથી 53 પથ્થર નિકાળ્યા બાદથી સોશિયલ મીડિયા પર આ અહેવાલ ભારે વાયરલ થઈ રહ્યા છે.

ઈલાજ માટે ઈરાકથીભારત આવી હતી મહિલા
ઈરાકમાં રહેતી 66 વર્ષીય મહિલાને ઘણા સમયથી ગડામાં સોજો હતો. કંઈપણ ખાવા પીવામાં મહિલાને ભારે દુખાવો થતો હતો. પોતાની આ પરેશાની લઈ જ્યારે તે પોતાના સ્થાનિક ડૉક્ટર્સ પાસે પહોંચી તો શરૂઆતમાં તેને દુખવો ઘટાડવાની દવા આપી ઘરે મોકલી દેવામાં આવી. દવાઈ લેવા પર પણ આરામ ન થતાં ડૉક્ટરે મહિલાના ગળાનો એક્સ રે કર્યો તો તે ચોંકી ગયા. એક્સ રેમાં મહિલાની લાળ નળી અને ગ્રંથીમાં પથ્થર હોવાની જાણકારી મળી હતી.

ભારતીય ડૉક્ટર્સે ભરોસો અપાવ્યો
જ્યારે મહિલાને પથરી હોવાની જાણકારી મળી તો તે પરેશાન થઈ ગઈ, તે કોઈપણ કિંમતે દુખાવાથી છૂટકારો મેળવવા માંગતી હતી. આના માટે ઈરાકના ડૉક્ટર્સનો સંપર્ક કર્યો પરંતુ કોઈપણ તેને સંપૂર્ણ રીતે ઠીક કરવાનો ભરોસો ન આપી શક્યા. મહિલાએ ભારતીય ડૉક્ટરો વિશે ઘણું સાંભળ્યું હતું અને તે પોતાના ઓપરેશન માટે ભારત આવવા માંગતી હતી. આના માટે મહિલાએ વીજા માટે અરજી આપી અને ભારત આવી ગઈ. દિલ્હી પહોંચતા જ ડૉક્ટર્સે તેની તપાસ કરી અને ઓપરેશનની તારીખ આપી દીધી.

શરીરમાં કટ લગાવ્યા વિના પથ્થર કાઢ્યા
હોસ્પિટલથી મળેલ જાણકારી મુજબ ઓફરેશન સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ મહિલાના ગળામાંથી પથરી કાઢા માટે બાસ્કેટ અને ફોરસેપ્સનો ઉપયોગ કર્યો. મહિલાના શરીરમાં કટ લગાવ્યા વિના આ ઓપરેશન કરવામાં આવ્યું અને 2 કલાકમાં ડૉક્ટર્સે મહિલાના ગળામાંથી તમામ 53 પથ્થર કાઢી લીધા, જેમાં સૌથી મોટી પથરી 8 મિમીની હતી. ઓપરેશન બાદ ડૉક્ટર્સે મહિલાને સંપૂર્ણપણે સ્વસ્થ ગણાવી અને તેને પોતાના ઘરે મોકલી આપી. હવે તે પોતાનું પસંદીત ભોજનનો પણ આનંદ માણી શકે છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી







Click it and Unblock the Notifications
