ખેડૂત આંદોલનનુ સમર્થન કરનાર વિદેશી હસ્તીઓને ભારતે ઝાટક્યા- પહેલા તથ્યોને તપાસો, પછી કરો વાત

આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી હસ્તીઓ ખેડૂત આંદોલનનુ સમર્થન કરી રહી છે ત્યારે વિદેશ મંત્રાલયનુ નિવેદન આ મામલે અલગ છે.

Farmers Protest Update: નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લી પાસેની સીમાઓ પર છેલ્લા 70 દિવસથી ખેડૂતોનુ પ્રદર્શન ચાલુ છે. હવે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉઠાવવામાં આવી રહ્યો છે જ્યાં ઘણી મોટી હસ્તીઓએ ખેડૂત આંદોલન વિશે ટ્વિટ કર્યા છે. જો કે ખેડૂત સંગઠનોનુ કહેવુ છે કે આખી દુનિયાની નજર તેમના આંદોલન પર છે જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી હસ્તીઓ આનુ સમર્થન કરી રહી છે. વળી, બીજી તરફ વિદેશ મંત્રાલયનુ નિવેદન આ મામલે અલગ છે.

farmers protest

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ નિવેદન મુજબ અમુક ગ્રુપ નિજી સ્વાર્થ માટે ખેડૂત આંદોલનમાં પોતાનો એજન્ડા ફેલાવવામાં લાગ્યા છે. આવુ 26 જાન્યુઆરીએ પણ જોવા મળ્યુ હતુ. આ ગ્રુપ્સે ભારતના વિરોધમાં આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાની કોશિશ કરી છે. પહેલા પણ બધા જોઈ ચૂક્યા છે કે કેવી રીતે દુનિયાભરને પ્રેરિત કરનાર મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે ઘણા દેશોમાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ ભારત અને એક સભ્ય સમાજ માટે ખૂબ જ હેરાન કરનારી છે.

મંત્રાલયે આગળ કહ્યુ કે અમુક મોટી હસ્તીઓએ ખેડૂત આંદોલન વિશે સોશિયલ મીડિયા પર સનસનીખેજ હેશટેગ સાથે ટિપ્પણી કરી, જે બિનજવાબદાર હતી કારણકે ભારત સરકારે સંસદાં વિસ્તારથી ચર્ચા બાદ બંધારણીય રીતે ત્રણે કાયદા પાસ કરાવ્યા છે. આ કાયદાથી ભારતીય ખેડૂતોને ફાયદો થશે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ રીતની ટિપ્પણી કરનાર હસ્તીઓને અમે આગ્રહ કરીએ છીએ કે પહેલા તે યોગ્ય તથ્યોની તપાસ કરે. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર આ સંવેદનશીલ મુદ્દા વિશે પોતાનુ મંતવ્ય જણાવે.

રિહાના-ગ્રેટ થનબર્ગે કર્યુ હતુ ટ્વિટ

તમને જણાવી દઈએ કે મંગળવારે કેરેબિયન પૉપ સ્ટાર રિહાના(Rihanna)એ એક ન્યૂઝની લિંક શેર કરી. જેમાં ખેડૂત આંદોલન અને સિંધુ બૉર્ડર પર ઈન્ટરનેટ બંધ હોવાના સમાચાર હતા. તેણે લખ્યુ - 'આપણે આ વિશે વાત કેમ નથી કરી રહ્યા?' આ સાથે તેણે#FarmersProtest હેશટેગનો ઉપયોગ કર્યો. થોડી વાર પછી પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટાથનબર્ગ(Greta Thunberg) પણ આ ટ્રેન્ડમાં કૂદી પડ્યા. તેમણે લખ્યુ - 'અમે ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન સાથે એક થઈને ઉભા છે.' આ ઉપરાંત પણ ઘણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ ટ્વિટ કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X