For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની જાસૂસી: કેન્દ્રએ યૂએસ રાજદૂતને હાજર થવા કર્યું ફરમાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જુલાઇ: અમેરિકા તરફથી ભાજપની જાસૂસીના ચોંકાવનારા ખુલાસાને લઇને મોદી સરકારે કડકાઇ બતાવી છે. કેન્દ્રએ આ મામાલા પર અમેરિકન રાજદૂતને હાજર થવાનું ફરમાન કર્યું છે.

શું હતો મામલો?
અમેરિકન ગુપ્તચર એજન્સી એનએસએની સાથે કામ કરી ચૂકેલા એડવર્ડ સ્નોડેને ખુલાસો કર્યો છે કે અમેરિકન સરકારે 2010માં ભાજપની જાસૂસી કરવાનો અધિકાર આપ્યો હતો. એનએસએના કોન્ટ્રાક્ટર અને હવે લોકપ્રહરી બની ચૂકેલા એડવર્ડ સ્નોડેને આ ખુલાસા સાથે જોડાયેલ દસ્તાવેજ ધ વોશિંગ્ટન પોસ્ટને આપ્યા હતા.

અમારા સહયોગી ચેનલ સીએનએન આઇબીએનના હાથે લાગેલ દસ્તાવેજની કોપીથી ખબર પડે છે કે અમેરિકાના વિવાદાસ્પદ ફોરેન ઇંટેલિજન્સ સર્વિલાંસ એક્ટ અંતર્ગત એનએસએને જાસૂસીનો હક આપવામાં આવ્યો હતો. એનએસએને સોંપવામાં આવેલ લિસ્ટમાં માત્ર ભાજપ જ નહીં, પરંતુ અલગ અલગ દેશોની 6 રાજનૈતિક પાર્ટીઓનો સમાવેશ થાય છે. જ્યારે ભારત સહિત 193 દેશોના પણ નામોનો સમાવેશ થાય છે. દસ્તાવેજથી આ ખુલાસો થયો છે કે અમેરિકન કોર્ટે એનએસએને વર્લ્ડ બેંક, યૂએન, ઓપીઇસી અને યૂરોપિયન યૂનિયનના ઇંટરનેટ અને ફોન લાઇન ટેપ કરવાની મંજૂરી આપી છે.

modi
ભાજપે ચિંતા વ્યક્ત કરી છે
અમેરિકન ગુપ્તચર એજન્સી તરફથી ભાજપની જાસૂસીને ગંભીરતાથી લેતા પાર્ટીએ સરકાર સાથે આ મુદ્દાને અમેરિકાની સામે ઉઠાવવાની મા્ંગ કરી છે. ભાજપ નેતા રાજીવ પ્રતાપ રૂડી અનુસાર સ્નોડેનના આરોપની ખરાઇની જરૂરીયાત છે. જો તેમાં વાસ્તવિકતા છે તો ગૃહ મંત્રાલયે સરકારની સામે આ મુદ્દો ઉઠાવવો જોઇએ.

જોકે રાજીવ પ્રતાપ રૂડીએ આની પર ટિપ્પણી કરવા પર ઇનકાર કરી દીધો છે કે કોંગ્રેસ આમાં સામેલ હતી કે નહીં. બીજી બાજું કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ જણાવ્યું કે હવે ભાજપની સરકાર સત્તમાં છે. તે તપાસના આદેશ આપે અને મામલાના ઊંડાણ સુધી પહોંચે.

English summary
Indian government ask to American envoy for snooping on BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X