For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સરકારે ગૂગલને 1337 કરોડનો દંડ કર્યો, જાણો શું છે આરોપ?

CCI એટલે કે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ગૂગલને 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગૂગલ પર આરોપ છે કે તેને એન્ડ્રોઈડ મોબાઈલ ક્ષેત્રે પોતાની મજબુત બજાર સ્થિતીનો દુરૂપયોગ કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

CCI એટલે કે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ગૂગલને 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગૂગલ પર આરોપ છે કે તેને એન્ડ્રોઈડ મોબાઈલ ક્ષેત્રે પોતાની મજબુત બજાર સ્થિતીનો દુરૂપયોગ કર્યો છે. સીસીઆઈએ કહ્યું છે કે, ગુગલ તેની આ અયોગ્ય વ્યાપારી ગતિવિધિઓને રોકે અને યોગ્ય સમયમાં સમાધાન શોધે.

શું છે મામલો?

શું છે મામલો?

સીસીઆઈએ કંપનીને તમામ અયોગ્ય વ્યાપારી પ્રવૃતિઓ રોકવા અને બંધ કરવા નિર્દેશ કરાયા છે. આયોગ તરફથી કહેવાયુ છે કે, ગૂગલને નિર્ધારિક સમય-સીમામાં તેના કામકાજને ઠીક કરવા કહેવાયુ છે. સીસીઆઈની તપાસમાં સામે આવ્યુ છે કે, ગૂગલ ઇન્ડિયા સર્ચ, બ્રાઉઝર, એપ લાઇબ્રેરી અને અન્ય મુખ્ય સેવાઓમાં તેની મજબુત સ્થિતીનો દુરૂપયોગ કરવાનું અપરાધી છે.

સીસીઆઈએ શું કહ્યું?

સીસીઆઈએ શું કહ્યું?

સીસીઆઈએ એપ્રીલ 2019માં એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટફોનના ઉપભોક્તાઓ દ્વારા ફરિયાદ બાદ તપાસના આદેશ આપ્યા હતા. આ સિવાય ભારતમાં હાલમાં જ એપલ, ગૂગલ, એમેઝોન, નેટફ્લિક્સ અને માઇક્રોસોફ્ટના ટોચના ભારતીય એક્ઝિક્યુટિવને ડિજિટલ સેક્ટરમાં પ્રતિસ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓ માટે નોટિસ આપવામાં આવી હતી.

1337.16 કરોડનો દંડ

1337.16 કરોડનો દંડ

નિયામકે જણાવ્યુ કે, ગૂગલને અન્યાયી વેપાર પ્રથાઓને રોકવા માટે આદેશ જારી કરવા ઉપરાંત Android મોબાઇલ ઉપકરણ ઇકોસિસ્ટમમાં તેની પ્રભુત્વ સ્થિતિનો દુરુપયોગ કરવા બદલ 1,337.76 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગૂગલને સેવાઓ ઠીક કરવા કહેવાયુ

ગૂગલને સેવાઓ ઠીક કરવા કહેવાયુ

CCIએ જણાવ્યું કે, MADA હેઠળ Google Mobile Suite ને ફરજિયાતપણે પ્રી-ઇન્સ્ટોલ કરવું એ ઉપકરણ ઉત્પાદકો પર અયોગ્ય શરતો લાદવા સમાન છે અને આ રીતે સ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન કરે છે.

English summary
Indian government fined Google 1337 crores, know what is the charge?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X