For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સરકારે ગૂગલને 936 કરોડનો દંડ ફટકાર્યો, જાણો શું છે પુરો વિવાદ?

ગૂગલ પર ભારત સરકારે વધુ એક વખત કાર્યવાહી કરતા 936.44 કરોડો દંડ ફટકાર્યો છે. ભારત સરકારના ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે આ કાર્યવાહી ગૂગવની પ્લે સ્ટોર પોલીસીમાં બજાર સ્થિતીનો દુરૂપયોગ કરવાને લઈને કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ગૂગલ પર ભારત સરકારે વધુ એક વખત કાર્યવાહી કરતા 936.44 કરોડો દંડ ફટકાર્યો છે. ભારત સરકારના ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે આ કાર્યવાહી ગૂગવની પ્લે સ્ટોર પોલીસીમાં બજાર સ્થિતીનો દુરૂપયોગ કરવાને લઈને કરી છે. આ પહેલા પણ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ગૂગલને 13337.76 કરોડનો દંડ ફટકાર્યો હતો.

Google

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગને તપાસમાં જાણવા મળ્યુ હતું કે, ભારતના એપ સ્ટોર બજારમાં સ્માર્ટ મોબાઈલ ડિવાઈસ માટે OS અને Android Smart Mobile OS નો દબદબો છે. ગૂગલની પ્લે સ્ટોર પોલીસી માટે એપ ડેવલોપરને ગૂગલ પ્લેની બિલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. જો એપ ડેવલપર્સ આ બિલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા ગૂગલની પોલીસીને ફોલો કરતા નથી તો તેઓ તેમની એપ્સને પ્લે સ્ટોર પર મુકી શકતા નથી. આ રીતે ડેવલોપર્સને એન્ડ્રોઇડ યુઝર્સને ગુમાવવાનો પડશે. CCI એ ગૂગલ દ્વારા પ્રતિસ્પર્ધી UPI એપ્સને પેમેન્ટ વિકલ્પોની બહાર રાખવાના આરોપોની પણ તપાસ કરી છે. આ બાબતોની તપાસ કર્યા બાદ CCIને ગુગલ પર ઉલ્લંઘનના આરોપો લગાવ્યા છે.

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ગૂગલને પ્રતિસ્પર્ધા વિરોધી કાર્ય ન કરવા આદેશ કર્યો છે. આયોગે કહ્યું કે, ગૂગલ કોઈ પણ એપ ડેવલોપરને થર્ડ પાર્ટી પેમેન્ટ પ્રોસેસનો ઉપયોગ કરતા રોકી શકે નહીં. આ સાથે હવે ગૂગલ ભારતમાં UPI દ્વારા પેમેન્ટની સુવિધા આપતી એપ્સ સાથે કોઈપણ રીતે ભેદભાવ કરી શકે નહીં.

CCIએ કહ્યું કે, ગૂગલના રેવન્યુ ડેટાના પ્રેઝન્ટેશનમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી છે. જે બાદ CCIએ ગૂગલના પ્રોવિઝનલ ટર્નઓવર પર 7%ના દરે 936.44 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. ગૂગલને નાણાકીય વિગતો અને સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવા માટે ગૂગલ ને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

English summary
Indian government fined Google 936 crores, know what is the whole controversy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X