ભારતમાં શાહરૂખખાન સુરક્ષિત નથી, સરકાર સુરક્ષા પુરી પાડે: મલિક

રહેમાન મલિકે ભારતની સુરક્ષા વ્યવ્સ્થા પર આંગળી ચિંધી છે. તેમને શાહરૂખખાનને વિશેષ સુરક્ષા પુરી પાડવાની વાત પર ભાર મૂક્યો છે. રહેમાન મલિકે કહ્યું હતું કે શાહરૂખખાન ભારતમાં સુરક્ષિત નથી, ભારતે કિંહખાનને વિશેષ સુરક્ષા આપવી જોઇએ.
આ અગાઉ પણ રહેમાન મલિકે ભારત યાત્રા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યાં છે. તેમને બાબરી મસ્જિદ અને 26-11ના હુમલાને એક સમાન ગણાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો અગાઉ દેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિજ સઇદે ભારતની મજાક ઉડાવતાં શાહરૂખાનને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે. સઇદે કહ્યું હતું કે શાહરૂખખાન ભારતમાં સુરક્ષિત નથી માટે તેને પાકિસ્તાન આવવું જોઇએ. પાકિસ્તાનમાં કિંગખાન સન્માન મળશે. પાકિસ્તાન તેમનું દિલથી સ્વાગત કરશે.
હફિજ સઇદનું આ નિવેદન શાહરૂખખાનના એક ઇન્ટરવ્યું બાદ આપ્યું હતું. જેમાં શાહરૂખખાને ભારતમાં મુસલમાનોની હાલતનું વિવરણ કર્યું હતું. જો કે આ મુદ્દે શાહરૂખખાનની હજુ કોઇ પ્રતિક્રિયા આવી નથી.












Click it and Unblock the Notifications
