For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણે બ્લાસ્ટમાં મોટો ખુલાસો, પાક. આકાઓએ આપ્યો હતો આદેશ!

|
Google Oneindia Gujarati News

પુણે, 11 જુલાઇ: પુણે બ્લાસ્ટ મામલામાં પોલીસ સૂત્રોના હવાલાથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે ઇન્ડિયન મુજાહિદ્દીનના પાકિસ્તાની આકાઓએ આતંકવાદીઓને પોલીસકર્મીઓને ટાર્ગેટ બનાવવાનો આદેશ આપ્યો હતો. એવા પણ સમાચાર છે કે આતંકી પોલીસવાળાઓ પાસે બદલો લેવા ઇચ્છે છે.

ઘટના સ્થળેથી ટાઇમ ડિવાઇસ, અમેનિયમ નાઇટ્રેટ મળી આવ્યું છે. બ્લાસ્ટમાં જે બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ચોરીની હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે એક કોંસ્ટેબલની હતી.

પુણેમાં ગુરુવારે એક પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ લૉ ઇંટેસિટીનો હતો જેમાં એક પોલીસ કોંસ્ટેબલ સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. શરૂઆતી તપાસમાં માલૂમ પડ્યું છે કે વિસ્ફોટમાં આઇઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એક બાઇક પર બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. મામલાની તપાસ મહારાષ્ટ્ર એટીએસને સોંપવામાં આવી છે.

terrorist
મુંબઇમાં એલર્ટ
વિસ્ફોટ બાદ દેશની આર્થઇક રાજધાની મુંબઇમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસે દરેક સ્થળ પર ચોક્સાઇ વધારી દીધી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી આરઆર પાટીલે જણાવ્યું બ્લાસ્ટ પોલીસ સ્ટેશનની નજીક થયો છે. મને લાગે છે કે રાષ્ટ્ર વિરોધી તત્વ મહારાષ્ટ્ર પોલીસને પડકારી રહ્યા છે.

જોન 1 અને જોન 2 માં નિર્ધારિત સમયસીમાની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એટીએસ ટૂંક સમયમાં દોષીઓની ધરપકડ કરી લેશે. અત્રે નોંધનિય છે કે પોલીસે એક સીસીટીવી ફુટેજ મળ્યું છે જેમાં બોમ્બ પ્લાન્ટ કરનાર શંકાસ્પદને જોઇ શકાય છે, પોલીસ આ પગલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

English summary
Indian Mujahideen hands behind Pune blast police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X