For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉદી અરબમાં કામ કરતી ભારતીય નર્સ પણ કોરોનાવાયરસનો શિકાર

સાઉદી અરબમાં કામ કરતી ભારતીય નર્સ પણ કોરોનાવાયરસનો શિકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીન માટે ઘાતક બની ગયેલ કોરોનાવાયરસ હવે ધીરે ધીરે દુનિયાના કેટલાય ભાગોમાં ફેલાવવો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સાઉદી અરબમાં કામ કરતી કેરળની એક નર્સ પણ આ વાયરસના લપેટામાં આવી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કેરળના કોટ્ટાયમ જિલ્લાના એ્તતૂમન્નૂરની રહેવાસી આ નર્સ સાઉદી અરબના હોસ્પિટલમાં કામ કરે છે. આ નર્સનો ટેસ્ટ પૉજિટિવ આવ્યો છે. બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખી કેરળની નર્સની યોગ્ય મદદ કરવા માટે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે.

hospitalize

ગુરુવારે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વીટ કરીને જણાવ્યું કે, અબહા શહેર સ્થિત અલ હયાત નેશનલ હોસ્પિટલમાં કામ કરતી 100 ભારતીય નર્સની તપાસ બાદ આ મામલો સામે આવ્યો છે. જે મહિલા નર્સ આ વાયરસના લપેટામાં આવી ગઈ છે તે હાલ સાઉદી અરબના અલ હયાત હોસ્પિટલમાં કાર્યરત છે. તેમણે જણાવ્યું કે પ્રભાવિત નર્સનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. તેની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો છે.

તેમણે જેદ્દાહમાં ભારતીય વાણિજ્યિક દૂતાવાસ સાથે વાત કરી છે, જે હોસ્પિટલ અને સાઉદી વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. સંક્રમિત નર્સનો ઈલાજ અસીર નેશનલ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે અને તેમની હાલમાં સુધારો જોવા મળ્યો છે. તેમને તમામ પ્રકારની સહાયતા આપવા માટે કહેવામાં આવ્યું છે. અનુમાન છે કે ભારતીય નર્સને ફિલીપીંસની એક નર્સના ઈલાજ દરમિયાન સંક્રમણ થયું. એ નર્સમાં કોરોનાવાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ હતી.

કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને વિદેશ મંત્રી એસ. જયશંકરને અનુરોધ કર્યો કે આ મામલે સાઉદી અરબની સરકાર સાથે વાતચીત કરવામા આવે અને સંક્રમિત લોકોનો વિશેષજ્ઞ ઈલાજ સુનિશ્ચિત કરવામાં આવે. વિજયને વિદેશ મંત્રીને પત્ર મોકલ્યા બાદ એક નિવેદનમાં કહ્યું કે આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ. કેન્દ્ર સરકારે સાઉદી અરબની સરકાર સાથે મળી આના પર કામ કરવું જોઈએ અને સંક્રમિત લોકોના યોગ્ય ઈલાજ સુનિશ્ચિત કરવા જોઈએ.

24 જાન્યુઆરીએ પેટ્રોલ સસ્તુ થયું, જાણો ડીઝલના રેટ24 જાન્યુઆરીએ પેટ્રોલ સસ્તુ થયું, જાણો ડીઝલના રેટ

English summary
indian nurse working at saudi arabia infected by coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X