Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુનિસેફ સર્વેઃ બાળકો પર 30 પ્રકારની હિંસા કરે છે ભારતીય માતાપિતા

ઘણી વાર માતાપિતા અજાણતામાં બાળકોને સારી સીખ દેવાના ઈરાદાથી તેમને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપી રહ્યા હોય છે. આ અંગે યુનિસેફ દ્વારા કરાયેલ એક સર્વેમાં મોટો ખુલાસો થયો છે.

બધા માતાપિતા ઈચ્છે છે કે તેમનુ બાળક મોટુ થઈને એક સારુ વ્યક્તિ બને અને તેમનુ નામ કરે. ભારતમાં ખાસ કરીને બાળક જ્યાં સુધી ખુદ સમદાર ન બની જાય ત્યાં સુધી માતા પિતા તેમને અનુશાસમાં રાખવા માટે ક્યારેક પ્રેમ તો ક્યારેક કડકાઈનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વાર માતાપિતા અજાણતામાં બાળકોને સારી સીખ દેવાના ઈરાદાથી તેમને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપી રહ્યા હોય છે. આ અંગે યુનિસેફ દ્વારા કરાયેલ એક સર્વેમાં મોટો ખુલાસો થયો છે.

યુનિસેફે પાંચ રાજ્યોમાં કર્યો સર્વે

યુનિસેફે પાંચ રાજ્યોમાં કર્યો સર્વે

સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનિસેફ) દુનિયાભરમાં દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદથી જ બાળકોના વિકાસ અને તેમની સામે થતા ગુનાઓ પર કામ કરી રહ્યુ છે. હાલમાં જ યુનિસેફે ભારતના પાંચ રાજ્યોમાં એક સર્વે કર્યો જેનાથી માલુમ પડ્યુ કે માતાપિતા પણ પોતાના બાળકો પર અત્યાચાર કરે છે. પેરેન્ટીંગ મેટર્સઃ એક્ઝામિનિંગ પેરેન્ટીંગ અપ્રોચીઝ એનેડ પ્રેક્ટીસીઝ નામના આ અધ્યયન મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન અને છત્તીસગઢના અમુક જિલ્લાઓમાં કરવામાં આવ્યુ.

6 વર્ષ સુધીના બાળકો પર 30 પ્રકારની હિંસા

6 વર્ષ સુધીના બાળકો પર 30 પ્રકારની હિંસા

અધ્યયનમાં માલુમ પડ્યુ કે ભારતીય પરિવારોમાં અનુશાસન શીખવવાના પ્રયાસ હેઠળ 6 વર્ષ સુધીના બાળકો સાથે 30 અલગ અલગ પ્રકારની હિંસાને અંજામ આપવામાં આવે છે. આમાં શારીરિક, મૌખિક અને ક્યારેક ક્યારેક માનસિક ઉત્પીડન પણ શામેલ છે. સર્વેમાં માલુમ પડ્યુ છે કે છોકરા અને છોકરીઓને પોતાના બાળપણ દરમિયાન ઉત્પીડન સહન કરવુ પડે છે. પરિવારમાં, સ્કૂલમાં અને સામુદાયિક સ્તરે પણ અનુશાસન શીખવવા માટે બાળકોને દંડિત કરવામાં આવે છે.

અનુશાસના નામ પર થાય છે આ હિંસા

અનુશાસના નામ પર થાય છે આ હિંસા

યુનિસેફે પોતાના સર્વેમાં બાળકો પર થતી 30 પ્રકારની હિંસાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં દઝાડવા, ચૂંટલા ખણવા, થપ્પડ મારવી, લાકડી કે બેલ્ટ વગેરેથી મારવાને શારીરિક હિંસામાં રાખવામાં આવ્યા છે. વળી, દોષારોપણ, ટીકા કરવી, બૂમો પાડવી, ભદ્દી ભાષાનો ઉપયોગ કરવો, બહાર જવાથી રોકવા, ભેદભાવ કરવો, મનમાં ભય પેદા કરવો જેવા ઉત્પીડનને ભાવનાત્મક ઉત્પીડનમાં શામેલ કરવામાં આવ્યા છે.

છોકરી અને છોકરીઓના ઉછેરમાં ફરક

છોકરી અને છોકરીઓના ઉછેરમાં ફરક

બાળકોને બાળપણથી જ પોતાના પરિવારના કોઈ અન્ય બાળકો સાથે તુલના કરવાને પણ હિંસા કહેવામાં આવી છે. આ ઉપરાંત બાળકો ઘરમાં જ માતાપિતા વચ્ચે ઝઘડા, પરિવારની બહાર શારીરિક હિંસા જુએ છે જે તેના કોમળ મન પર ખરાબ પ્રભાવ પાડે છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે છોકરા અને છોકરીઓના ઉછેર પણ બહુ નાની ઉંમરથી અલગ અલગ રીતે કરવામાં આવે છે. રોજિંદા પ્રતિબંધો અને ઘરના કામકાજનો બોજ છોકરીઓ પર બાળપણથી જ નાખવામાં આવે છે.

બાળ સંરક્ષણ સેવાઓને જરૂરી સેવાઓમાં કરો શામેલ

બાળ સંરક્ષણ સેવાઓને જરૂરી સેવાઓમાં કરો શામેલ

મુખ્ય રીતે બાળપણમાં બાળકોની દેખરેખ કરવાની જવાબદારી મા પર હોય છે. પિતા આ બધી વસ્તુઓમાં ઓછા શામેલ થાય છે. મા જ બાળકોને સારા-ખોટાનો પાઠ શીખવે છે. તેને લોરીઓ અને ગીતો સંભળાવે છે. પુરુષ માત્ર બાળકોને બહાર લઈ જાય છે. ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ યાસ્મીન અલી હકે કહ્યુ કે બાળકોને પોતાના જીવનમાં 6 વર્ષ સુધી માતાાપિતાથી વિવિધ રીતે હિંસા મળે છે. તેમણે કહ્યુ કે આવા સમયમાં જ્યારે વિશ્વમાં કોરોના ફેલાયો છે ત્યારે જરૂરી સેવાઓ તરીકે બાળ સંરક્ષણ સેવાઓ શરૂ કરવાની તત્કાળ જરૂર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X