For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: વારંવાર કઇ વાતોને વાગોળે છે આપણા નેતાઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ જ્યાં એક તરફ નવા રાજકીય સમીકરણો બની રહ્યાં છે, તો બીજી તરફ રાજકારણીઓનો એકબીજા પર આરોપ પ્રત્યારોપ શરૂ થઇ ગયો છે. જેમાં રાજકીય હસ્તીઓ પોતાને અને પોતાની પાર્ટીને સારી ગણાવી રહ્યાં છે અને વિપક્ષની નબળાઇઓને ઉજાગર કરી રહ્યાં છે. એવામાં ઘણીવાર એવું બને છે કે નેતા પોતાની વાતોને અલગ અલગ રેલીઓમાં પુનરાવર્તિત કરે છે. ગત શનિવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશ, અસમ અને ત્રિપુરામાં રેલીઓને સંબોધિત કરી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ ઓરિસ્સા અને ગુવાહાટીમાં રેલીને સંબોધિત કરી હતી.

મીડિયાની પહોંચના લીધે અત્યાર સુધી એક રેલીના બાદ તાત્કાલિક અન્ય પાર્ટીના સંબંધિત નેતાઓના જવાબ આવવા લાગે છે. મુલાયમ સિંહે ઉત્તર પ્રદેશમાં રેલી દરમિયાન પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતા અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના હાથ લોહીથી રંગાયેલા છે. તેમણે પોતાના રાજ્યમાં રમખાણો કરાવ્યા છે. તેમણે નરેન્દ્ર મોદીની કાબિલિયત પર પ્રશ્નો કર્યા હતા. ત્યારબાદ જવાબ આપતાં નરેન્દ્ર મોદીએ યુપીની જ રેલીમાં કહ્યું હતું કે મુલાયમ સિંહની હેસિયત નથી કે તે યુપીને ગુજરાતની જેમ વિકસિત બનાવી શકે.

રાજકારણીઓના ભાષણો અને આરોપ પ્રત્યારોપનો ભલે જ કોઇ અર્થ ન નિકળતો ન હોય, પરંતુ આ બધાથી રાજકારણમાં નિસંદેહ રોચકતા ઉત્પન્ન થાય છે, જો કે તે ચર્ચાનો વિષય બની જાય છે. અમે એવા સંવાદો અને આરોપોને યાદીમાં સામેલ કર્યા છે, જેણે આપણા જનનાયક મોટાભાગે પોતાની રેલીઓમાં અથવા મીડિયા સાથેની વાતચીતમાં પુનરાવર્તિત કરતા રહે છે.

'ડેવલોપમેન્ટ, ડેવલોપમેન્ટ, ડેવલોપમેન્ટ

'ડેવલોપમેન્ટ, ડેવલોપમેન્ટ, ડેવલોપમેન્ટ

આ યાદીમાં સૌથી પહેલું નામ નરેન્દ્ર મોદીનું આવે છે કારણ કે તે હાલ દેશભરમાં રેલીઓને સંબોધિત કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીનો પેટ ડાયલોગ છે, ડેવલોપમેન્ટ, ડેવલોપમેન્ટ, ડેવલોપમેન્ટ. આ સાથે જ 'કોંગ્રેસ મુક્ત ભારત' અને ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી ઘટનાનો ઉલ્લેખ નરેન્દ્ર મોદી પોતાની રેલીમાં જરૂર કરે છે. નરેન્દ્ર મોદી પોતાની ખાસ ભાષણ શૈલીથી સ્ત્રોતાઓને આકર્સિત કરે છે. આ બધું સર્વવિદિત છે કે તેમની રેલીમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ જમા થાય છે.

આ લોકો દલિતની પુત્રીને વડાપ્રધાન બનવા દેવા માંગતા નથી

આ લોકો દલિતની પુત્રીને વડાપ્રધાન બનવા દેવા માંગતા નથી

માયાવતીએ ઘણીવાર સાર્વજનિક મંચ પરથી પુનરાવર્તિત કર્યું છે કે દેશની સૌથી મોટીઓ અને નેતા 'આ લોકો દલિત પુત્રીને વડાપ્રધાન બનવા દેવા માંગતા નથી.' આ ઉપરાંત માયાવતી પોતાની રેલીઓમાં 'યૂપીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ પણ કરી ચૂકી છે.'

અમે મહિલાઓ અને યુવાનો શક્તિ આપવા માંગીએ છીએ

અમે મહિલાઓ અને યુવાનો શક્તિ આપવા માંગીએ છીએ

રાહુલ ગાંધીના ભાષણમાં 'અમે મહિલાઓ અને યુવાનોને શક્તિ આપવા માંગીએ છીએ,' 'વિપક્ષના લોકો હિન્દુ-મુસલમાનોને લડાવવા માંગે છે.' 'હું ઇચ્છું છું કે મહિલાઓ આગળ આવે.' જેવા સંવાદોનું પુનરાવર્તન કરે છે.

બધી પાર્ટીઓ ભ્રષ્ટ છે

બધી પાર્ટીઓ ભ્રષ્ટ છે

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ શરૂ થયેલા આંદોલનનો પ્રમુખ ચહેરો રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલ બધી પાર્ટીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે. 'બધી પાર્ટીઓ ભ્રષ્ટ છે,' 'હું તો આમ આદમી છું, મારી કોઇ ઔકાત નથી,' અમે રાજકારણ કરવા આવતા નથી, સિસ્ટમ બદલવા આવ્યા છીએ.' જેવા ડાયલોગનું પુનરાવર્તન કરે છે.

જન લોકપાલ બિલ

જન લોકપાલ બિલ

અણ્ણા હજારેએ લોકપાલ બિલ પાસ બિલ પાસ થયું ત્યાં સુધી દરેક મંચ પરથી દરેક પત્રકાર પરિષદમાં જન લોકપાલનો મુદ્દો ઉઠાવ્યો અને ભ્રષ્ટાચર, ભ્રષ્ટાચાર શબ્દોનો વારંવાર ઉપયોગ કર્યો.

સાંપ્રદાયિક શક્તિઓથી દેશને બચાવવો જોઇએ

સાંપ્રદાયિક શક્તિઓથી દેશને બચાવવો જોઇએ

સોનિયા ગાંધીએ પોતાની રેલીઓ દરમિયાન પરોક્ષ રીતે ભાજપ પર પ્રહાર કર્યા અને દેશને 'સાંપ્રદાયિકતાથી બચાવવાની વાત કરી.' 2007ના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે નરેન્દ્ર મોદીને 'મોતના સોદાગર' કહ્યા હતા. જે વધુ ચર્ચામાં રહ્યું હતું. અત્યાર સુધી ભાજપ પર કરવામાં આવેલા પ્રહારમાં ભાષણના સર્વાધિક ચર્ચિત મુદ્દો રહ્યો છે.

સાંપ્રદાયિકતા દેશ માટે ખતરો છે

સાંપ્રદાયિકતા દેશ માટે ખતરો છે

નરેન્દ્ર મોદીનું વધતું જતું કદ અને તેમની હિન્દુત્વવાદી છબિના લીધે લાલૂ યાદ મીડિયાની સામે ઘણી વાર પુનરાવર્તિત કરી ચૂક્યાં છે. 'સાંપ્રદાયિકતા દેશ માટે ખતરો છે.'

સાંપ્રદાયિક શક્તિઓને પણ આગળ વધવા દઇશું નહી

સાંપ્રદાયિક શક્તિઓને પણ આગળ વધવા દઇશું નહી

નીતિશ કુમારે પણ સાંપ્રદાયિકતા પર ખુલીને બોલ્યા અને કહ્યું કે 'સાંપ્રદાયિક શક્તિઓને આજે અટકાવવાની જરૂર છે.' એનડીએથી અલગ થયા બાદ હવે તે ખુલીને નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરી રહ્યાં છે. નીતિશ કુમારે અત્યાર સુધી અગણિત વાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત કહી છે.

મા માટી માનુષ

મા માટી માનુષ

'મા માટી માનુષ' મમતા બેનર્જીની ઓળખ પણ છે અને પોતાના સાર્વજનિક મંચ પરથી તે પુનરાવર્તિ કરી ચૂકી છે.

અમારી સરકાર અલ્પસંખ્યકોની સરકાર છે

અમારી સરકાર અલ્પસંખ્યકોની સરકાર છે

યૂપીમાં મુસ્લિમ વોટ બેંક મેળવવાના પ્રયત્નમાં લાગેલા મુખ્યમંત્રી અખિલેશ સિંહ યાદવ અલ્પસંખ્યકોના પ્રદેશમાં અલ્યસંખ્યકોની સરકાર હોવાની વાત કહી ચૂક્યાં છે.

English summary
Here are some pet dialogues of Indian politicians. See what they use to repeat during rallies and media interaction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X