Indian Railway: રેલ યાત્રીઓ માટે ખુશખબર, દેશમાં એકસાથે 4 વંદે ભારત ટ્રેન શરૂ કરશે, જાણો કયા રૂટ પર દોડશે?

Indian Railway: ભારતીય રેલવે દેશના મુસાફરો માટે વધુ એક મોટી ભેટ લઈને આવી રહ્યું છે. સેમી-હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ની વધતી લોકપ્રિયતા અને માંગને ધ્યાનમાં રાખીને, રેલવે હવે ચાર નવા રૂટ પર આ ટ્રેનોની શરૂઆત કરવા જઈ રહી છે. આ ચાર નવી ટ્રેનો શરૂ થયા બાદ દેશમાં વંદે ભારત સેવાઓની કુલ સંખ્યા વધીને 164 થઈ જશે.

Indian Railway

આ નવા રૂટ પર ટ્રેન શરૂ થવાથી મુસાફરોને ઝડપી, આરામદાયક અને આધુનિક મુસાફરીનો અનુભવ મળશે અને દેશના વિવિધ ભાગો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે.

નવા વંદે ભારત રૂટની મંજૂરી

મળતી માહિતી મુજબ, રેલવે બોર્ડ દ્વારા આ ચાર નવી વંદે ભારત ટ્રેનોને મંજૂરી આપી દેવામાં આવી છે. આ ટ્રેનો ટૂંક સમયમાં ટ્રાયલ રન બાદ યાત્રીઓ માટે શરૂ કરવામાં આવશે. આ રૂટ કર્ણાટક, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીને જોડતા મહત્ત્વના સ્થળોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે.

નવી વંદે ભારત ટ્રેનોના સંભવિત રૂટ

  • KSR બેંગ્લોર - એર્નાકુલમ
  • ફિરોઝપુર કેન્ટ - દિલ્હી
  • વારાણસી - ખજૂરાહો
  • લખનઉ - સહારનપુર

બેંગ્લોર-એર્નાકુલમ ટ્રેનનું સમયપત્રક જાહેર

રેલવે બોર્ડ દ્વારા KSR બેંગ્લોર - એર્નાકુલમ વંદે ભારત ટ્રેનનું સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ટ્રેન નંબર | રૂટ | પ્રસ્થાન સમય | આગમન સમય

26651 | KSR બેંગ્લોરથી એર્નાકુલમ | સવારે 5:10 કલાકે | બપોરે 1:50 વાગ્યે
26652 | એર્નાકુલમથી KSR બેંગ્લોર | બપોરે 2:20 વાગ્યે | રાત્રે 11:00 વાગ્યે

આ ટ્રેન કૃષ્ણરાજપુરમ, સેલમ, ઇરોડ, તિરુપ્પુર, કોઈમ્બતૂર, પલક્કડ અને ત્રિશૂર સ્ટેશનો પર રોકાશે.

વંદે ભારતની વધતી ડિમાન્ડ

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, વંદે ભારત એક્સપ્રેસની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ ટ્રેન દરેક રૂટ પર 100 ટકાથી પણ વધારે ઓક્યુપેન્સી સાથે ચાલી રહી છે.

  • નાણાકીય વર્ષ 2024-25: સરેરાશ ઓક્યુપેન્સી 102.1%
  • વર્તમાન નાણાકીય વર્ષ (જૂન 2025 સુધી): ઓક્યુપેન્સી વધીને 105.3% થઈ.

વધતી માંગને જોતાં, રેલવે વિભાગ દ્વારા દેશના મહત્ત્વના રૂટ પર આ આધુનિક ટ્રેનોનું સંચાલન ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X