Indian Railways: રેલવે મુસાફરો માટે સારા સમાચાર, નવરાત્રિથી દિવાળી સુધી ચાલશે સ્પેશિયલ ટ્રેન

Festival Special Train 2025: નજીક આવતા તહેવારોના માહોલ વચ્ચે લોકો માટે સારા સમાચાર છે. આનંદ વિહાર ભાગલપુર વચ્ચે સ્પેશિયલ પૂજા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન 20 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી દરરોજ ચાલશે. તો 2 ઓક્ટોમ્બરથી 6 નવેમ્બર સુધી કોલક્તાથી લખનૌ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે. દિવાળી અને છઠ્ઠ માટે 27 સપ્ટેમ્બરથી 1 નવેમ્બર સુધી દરેક શનિવારે મઉ અને ઉધના વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે.

Indian Railways

6000થી વધુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનુ પ્લાનિંગ

Indian Railways: ભારતીય રેલવેના મુસાફરોને નવરાત્રિ અને દિવાળીની ભેટ આપી છે. રેલવેએ 26 સપ્ટેમ્બરથી નવેમ્બરનાં અત સુધી સ્પેશ્યિલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભારતીય રેલ અધિકારીઓનો દાવો છે કે દિવાળી, છઠ્ઠ પૂજા સહિત ફેસ્ટિવ સિઝનમાં આશરે 6000થી વધુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનુ પ્લાનિંગ છે.

મળતી માહિતી પ્રમાણે આ સ્પેશિયલ ટ્રેન મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, અને આસામ સહિત દેશના વિભિન્ન રાજ્યો માટે હશે. જેનાથી તહેવારો પર ઘર પરત ફરી રહેલા લોકોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન આવે. સ્પેશિયલ ટ્રેનો સિવાય લોકોની ભીડનો અંદાજો લગાવતા સ્ટેશન પર પણ ખાસ એરેન્જમેન્ટ કરવામાં આવ્યુ છે.

દરેક રાજ્યોમાં મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન

રેલવે મંત્રાલય અનુસાર 26 સપ્ટેમ્બરથી 5 નવેમ્બર સુધી જબલપુરથી દાનાપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન બુધવારે અને શુક્રવારે ચાલશે. આ રીતે મુંબઇ સેન્ટ્રલથી કાઠગોદમ વચ્ચે 1 ઓક્ટોમ્બરથી ઉધનાથી સુબેદારગંજ વચ્ચે 3 ઓક્ટોમ્બરથી અને બાન્દ્રા ટર્મિનસથી બદની વચ્ચે 6 ઓક્ટોમ્બરથી સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X