For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘી થશે ટ્રેનની મુસાફરી, રેલવે આ વસ્તુનો ભાવ વધારશે

મોંઘી થશે ટ્રેનની મુસાફરી, રેલવે આ વસ્તુનો ભાવ વધારશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો તમારા માટે ખાસ સમાચાર છે. હવે ટ્રેનમાં સફર કરવા પર પહેલા કરતાં તમારા ખિસ્સા પર વધુ ભારણ પડનાર છે. રેલવેએ ટિકિટના ભાવમાં તો કોઈ વધારો નથી કર્યો પરંતુ ખાણી-પીણીના ભાવ વધારી દીધા છે. કહેવાનો મતલબ કે હવે તમારે ટ્રેનમાં સફર કરતી વખતે ખાણી-પીણી માટે પહેલા કરતાં વધુ રૂપિયા ચૂકવવા પડશે. રેલવેએ ટ્રેનમાં મળતી ચા-કોફીના ભાવ પણ વધારી દીધા છે.

રેલવેએ વધાર્યા ચા-કોફીના ભાવ

રેલવેએ વધાર્યા ચા-કોફીના ભાવ

રેલવે બોર્ડે તમામ રેલવે ઝોનને એક પરિપત્ર મોકલ્યો છે, જે મુજબ ચા-કોફીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે તમારે ચા અને કોફી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. હવે તમારે 150ml વાળી ચા માટે 10 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા તેની કિંમત 7 રૂપિયા હતી. જ્યારે ડિસ્પોઝેબલ કપમાં 170ml કૉફીની કિંમત પણ 10 રૂપિયા કરી દીધી છે.

રેલવેના ફેસલાથી તમારા ખિસ્સા પર અસર પડશે

રેલવેના ફેસલાથી તમારા ખિસ્સા પર અસર પડશે

રેલવેના આ ફેસલાથી હવે તમારે સફર દરમિયાન પહેલેથી વધુ રૂપિયા ચૂકવવા પડશે. આઈઆરસીટીસીએ આના માટે રેલવેને પ્રસ્તાવ મોકલ્યો હતો. જેને રેલવે બોર્ડે પાસ કરી દીધો છે. જે બાદ રેલવેએ ટ્રેનમાં સફર માટે ચા-કોફીના ભાવમાં વધારો કરી દીધો છે.

અડધી કિંમતે બુક કરાવી શકાય છે ટ્રેનની ટિકિટો, જાણો કેવી રીતેઅડધી કિંમતે બુક કરાવી શકાય છે ટ્રેનની ટિકિટો, જાણો કેવી રીતે

રેલવેના ફેસલાથી અસર થશે

રેલવેના ફેસલાથી અસર થશે

રેલવેના આ ફેસલાથી સામાન્ય નાગરિકો પર અસર પડશે. પોટ્સમાં ચા જેમાં 2 ટી બેગ અને 2 ખાંડના પાઉચ આપવામાં આવતાં હતાં તેના માટે તમારે 10 રૂપિયા જ્યારે પોટમાં કૉફી જેમાં 2 ઈન્સ્ટન્ટ કૉફ સેસ અને 2 ખાંડના પાઉચ માટે તમારે 15 રૂપિયા ચૂકવવા પડતા હતા, જેને હવે બંધ કરી દીધા છે. રેલવે બોર્ડે આ ફેસલો લઈ તમામ ઝોનના લાઈસેન્સ ફી બદલવાના નિર્દેશ જાહેર કરી દીધા છે.
આ પણ વાંચો- ટ્રેનમાં મહિલાઓની છેડતી કરી તો હવે થશે 3 વર્ષની સજા

English summary
Indian Railways has decided to hike prices of tea and coffee served on trains besides discontinuing the practice of serving tea in pots, according to a circular issued by the Railway Board to all zones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X