એવરેસ્ટ પર પહોંચી ભારતની બે જોડિયાં બહેનો
નવી દિલ્હી, 21 મેઃ દેશનું નામ રોશન કરતા દેવી ભૂમિ ઉત્તરાખંડની પૂત્રીઓએ ફરી એકવાર વિશ્વની સૌતી ઉંચી ટેકરી એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો છે. દેહરાદૂનની બે જોડિયાં બહેનોએ આ કારનામો કરતા એવરેસ્ટની ઉંચાઇને આંબી છે. તાશી અને નેનસી મલિકે એવરેસ્ટ પર ડગ મુકી પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવ્યું છે. આ પહેલીવાર છે કે બે જોડિયાં બહેનોએ એક સાથે આ ઉપલબ્ધિ હાસલ કરી હોય.
તેમની સાથે પાડોશી દેશ પાકિસ્તાનની સબીના અને તેમનો ભાઇ મિર્ઝા બેગ પણ એવરેસ્ટ પર પહોંચીને પોતાનું નામ ત્યાં પહોંચનારા લોકોની યાદીમાં નોંધાવવામાં સફળ થયાં છે. 22 વર્ષની સબીના એવરેસ્ટ ફતેહ કરનારી પાકિસ્તાનની પહેલી મહિલા છે. કુટાલવાલી જોહડી ગામની રહેવાસી 21 વર્ષીય જોડિયાં બહેનો તાશી અને નેનસી નિવૃત કર્નલની પુત્રી છે.

એવરેસ્ટ પર પહોંચીને તેમણે ભારતનો તિરંગો લહેરાવ્યો. આ પહેલા તાશી અને નેનસી જાન્યુઆરી, 2012માં આફ્રિકાના સૌથી ઉંચા પર્વત કિલીમંજારોને ફતેહ કરી ચૂકી છે. ઉત્તરાખંડથી આ પહેલા બછેંદ્રી પાલ, સુમનલતા કુટિયાલ, સવિતા મર્તોલિયા અને કવિતા બુઢાઠોકી એવરેસ્ટ શિખર પર પહોંચી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશની વોલિબોલ ખેલાડી અરૂણિમાં ટ્રેન દુર્ઘટનામાં પોતાનો પગ ગુમાવ્યા બાદ પહેલી વિક્લાંગ મહિલા હશે, જે કૃત્રિમ પગની મદદથી એવરેસ્ટ પર ચઢાઇ કરી ત્યાં ટેકરી પર પહોંચશે.












Click it and Unblock the Notifications
