For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટનમાં ભણવા વધુ પૈસા ખર્ચવા પડશે

|
Google Oneindia Gujarati News

uk-visa-immigration
નવી દિલ્હી, 8 ઓગસ્ટ : ભારતીય વિદ્યાર્થીઓનું બ્રિટનમાં ભણવાનું સપનું હવે વધારે અઘરું બન્યું છે. ભારતીય વિદ્યાર્થિઓએ બ્રિટનનો વિઝા મેળવવો હશે તો હવે વધારાના રૂપિયા 3 લાખ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. બ્રિટનના નવા વિઝા ધોરણ અનુસાર વિઝા માટે રૂપિયા 3 લાખનો બોન્‍ડ ભરવો પડશે. વિદ્યાર્થી ભારતમાં રહે છે એટલે કે ‘હાઈ રિસ્‍ક' દેશમાં રહેતો હોવાથી આવી નવી જોગવાઇ કરવામાં આવી છે. આ નવા ધોરણોનો સૌથી મોટો ફટકો બ્રિટન ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓને પડશે.

બ્રિટને તાજેતરમાં જ વિઝા અંગેના ધોરણોમાં ફેરફાર કર્યો છે. હવે ‘હાઈ રિસ્‍ક' દેશ માટે વધારાના ત્રણ હજાર પાઉન્‍ડના બોન્‍ડ લખાવી લેવાનો નિર્ણય લીધો છે. હાઈ રિસ્‍ક દેશની યાદીમાં નાઈજિરિયા, ઘાના, ભારત, પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.

બ્રિટનના આ નવા ધોરણ અનુસાર હાઈ રિસ્‍કની યાદીમાં સમાવિષ્ટ એવા દેશના કોઈ પણ નાગરિક કે જેઓ બ્રિટન જવા માગતા હોય તેમણે વધારાના ત્રણ હજાર પાઉન્‍ડ એટલે કે આશરે રૂપિયા 2,75,000 વધારે ચૂકવવાની તૈયારી રાખવી પડશે. દરમિયાન બ્રિટન દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણયનો ભારત જ નહીં પણ બ્રિટનમાં આવેલા ભારતીય અને ત્‍યાંના હાયર એજયુકેશન બેટર રેગ્‍યુલેશન ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો હતો.

English summary
Indian students will have to spend more money to study in Britain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X