For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ કોવેક્સીનને આપી મંજૂરી, હવે ભારતીયોને મળશે 8 નવેમ્બરથી અમેરિકામાં પ્રવેશની અનુમતિ

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપી દીધી છે. કોવેક્સીનને મંજૂરી મળ્યા બાદ અમેરિકા(યુએસ)એ રસીની પોતાની સૂચીને અપડેટ કરી છે. સાથે જ યુએસે આવા યાત્રીઓ માટે પોતાના દરવાજા ખોલી દીધા છે જે કોવેક્સીનનો બંને ડોઝ લઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આ સુધારેલો નિયમ 8 નવેમ્બરથી લાગુ થશે.

covaccine

યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ(સીડીસી)ના પ્રેસ અધિકારી સ્કૉટ પૉલીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ, 'સીડીસીની યાત્રા માર્ગદર્શન એફડીએ દ્વારા અનુમોદિત કે અધિકૃત અને ડબ્લ્યુએચઓ ઈમરજન્સી ઉપયોગ માટે જાહેર કરેલ રસીની સૂચી પર લાગુ થાય છે. કોઈ પણ નવી રસીને સમય સાથે આ સૂચીઓમાં શામેલ કરવામાં આવી શકે છે.'

તમને જણાવી દઈએ કે ડબ્લ્યુએચઓની સમિતિએ 26 ઓક્ટોબરે કોવેક્સીન નિર્માતા ભારત બાયોટેક પાસેથી અમુક માહિતી માંગી હતી. ત્યારબાદ 3 નવેમ્બરે વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ સૂચી(ઈયુએલ)માં શામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ડબ્લ્યુએચઓને ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપે કહ્યુ કે કોવેક્સીન કોરોના સંક્રમણથી સુરક્ષા માટે માનકોને પૂરા કરે છે અને તેનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ પર પણ રસીના ઉપયોગને ડલ્બ્યુએચઓએ યોગ્ય ગણ્યુ છે.

ઘણા રાહ જોયા પછી મળી મંજૂરી

કોવેક્સીન ભારતમાં તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીન છે. તેને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ તૈયાર કરી છે. ભારત બાયોટેકે કોવેક્સીનને ઈમરજન્સી ઉપયોગ સૂચી(ઈયુએલ)માં શામેલ કરવા માટે આ વર્ષે 19 એપ્રિલે ડબ્લ્યુએચઓને આવેદન કર્યુ હતુ. સાત મહિનાની રાહ જોયા પછી રસીને વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી મંજૂરી મળી છે.

English summary
Indians vaccinated with 'Covaxin' will now get easy enter in America from November 08
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X