ભારત દ્વારા GSAT-10નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું

બેંગ્લોર સ્થિત ઇશરો(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા 3,400 કેજી વજનના GSAT-10નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઇસરોનું 101મું સ્પેશ મિશન છે. રાત્રીના 2.48 વાગ્યે ફ્રેન્ચ ગુયેનાથી એરિયન-5 ECA રોકેટ પરથી GSAT-10ને રવાના કરવામાં આવ્યું અને અંદાજે 30 મીનિટ પછી તેનું સફળતાંપૂર્વક લોન્ચિગ થયું હતું. આ પહેલા ASTRA 2Fને હવામાં તરતું મુકવામાં આવ્યું હતું.
GSAT-10માં 30 ટ્રાન્સપોન્ડર્સ ફિટ કરવામાં આવ્યાં છે, જે INSAT/GSAT ટ્રાન્સપોન્ડરની ક્ષમતામાં વધારો કરશે. તેમજ તેમાં ગગન નેવિગેશન પણ છે જે જીપીએસ સિગ્નલની બારીકાઇને વધારવામાં મદદરૂપ થશે. જેનો ઉપયોગ ભારતની એરપોર્ટ્સ ઓથોરિટી દ્વારા કરાશે. ગગન પેલોડ સાથેનું INSAT/GSATમાં તરતું મુકવામાં આવેલું આ બીજું સેટેલાઇટ છે. આ પહેલાં મે 2011માં GSAT-8ને તરતું મુકવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે GSAT-10ને 22મી સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ રોકેટના ઉપરના ભાગે એક ગ્રામ ધૂળ મળી આવતા તેનું લોન્ચિંગ મોકુફ રાખવામાં આવ્યું હતું.
ફ્રેન્ચ ગુયેનામાં લોન્ચિંગ વખતે GSAT-10ના ડિરેક્ટર ટી કે અનુરાધા, સ્પેશ ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી, એસ શ્રિનિાસન અને ઇસરો સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર એસકે શિવકુમાર સહિતના મહત્વના ઇસરો અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. શિવકુમારે કહ્યું છે કે, GSAT-10 ભારતમાં 'માહિતીક્રાન્તિ'ને વેગ આપશે.












Click it and Unblock the Notifications
