માત્ર 1212 રૂપિયામાં ઈન્ડિગો એરલાઈન્સમાં ટિકિટ બુક કરાવો

પોતાની 12 મી વર્ષગાંઠ મનાવવા માટે વિમાન કંપની ઈન્ડિગોએ ખાસ તૈયારીઓ કરી છે. ઈન્ડિગો પોતાની વર્ષગાંઠ નિમિત્તે મુસાફરોને ફ્લાઈટની ટિકિટમાં બંપર છૂટ આપવા જઈ રહી છે.

પોતાની 12 મી વર્ષગાંઠ મનાવવા માટે વિમાન કંપની ઈન્ડિગોએ ખાસ તૈયારીઓ કરી છે. ઈન્ડિગો પોતાની વર્ષગાંઠ નિમિત્તે મુસાફરોને ફ્લાઈટની ટિકિટમાં બંપર છૂટ આપવા જઈ રહી છે. આ મેગા સેલની શરૂઆત મંગળવારથી થઈ છે કે જે 13 જુલાઈ સુધી ચાલશે. આ સેલમાં 12 લાખ સીટોના ભાડા ઘટાડવામાં આવ્યા છે જે 1212 રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે. સેલમાં બુક કરાવેલ ટિકિટથી મુસાફર 25 જુલાઈથી આવતા વર્ષે 30 જુલાઈ દરમિયાન પ્રવાસ કરી શકે છે. ઈન્ડિગોના જણાવ્યા અનુસાર આ ભારતીય એરલાઈન સીટોનો સૌથી મોટો સેલ છે.

10 જુલાઈથી 13 જુલાઈ સુધી છે સેલ

10 જુલાઈથી 13 જુલાઈ સુધી છે સેલ

ઈન્ડિગો એરલાઈન્સ 4 ઓગસ્ટે પોતાની 12 મી વર્ષગાંઠ મનાવવા જઈ રહી છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે ઈન્ડિગોએ સૌથી મોટી ઘોષણા કરી છે. ઈન્ડિગો એરલાઈન્સે વર્ષગાંઠ નિમિત્તે પોતાની 12 લાખ સીટો સસ્તી કરી દીધી છે. મંગળવાર 10 જુલાઈથી 13 જુલાઈ સુધી ચાલનારા આ સેલમાં સીટો માત્ર 1212 રૂપિયાથી શરૂ થાય છે. આ ઉપરાંત 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

12 લાખ સીટોના ભાડા ઘટ્યા

12 લાખ સીટોના ભાડા ઘટ્યા

આ સેલ 10 જુલાઈથી 13 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન મુસાફરો બુક કરાવેલ ટિકિટ પર માત્ર 25 જુલાઈ, 2018 થી 30 જુલાઈ, 2019 સુધી પ્રવાસ કરી શકશે. આ 12 લાખ સીટો 57 શહેરો માટે છે. આ ઉપરાંત આ સેલમાં આંતરરાષ્ટ્રીય રૂટ પણ શામેલ છે એટલે કે મુસાફરો ઈન્ટરનેશનલ ટિકિટ પણ આ સેલમાં બુક કરાવી શકે છે. આ આખા સેલ ઉપરાંત એસબીઆઈના ગ્રાહકોને એક વિશેષ છૂટ છે.

4 ઓગસ્ટે 12 વર્ષ પૂરા કરશે ઈન્ડિગો

4 ઓગસ્ટે 12 વર્ષ પૂરા કરશે ઈન્ડિગો

જે મુસાફરો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ક્રેડિટ કાર્ડ છે તેમને 5 ટકા સુધી કેશબેક મળી શકે છે. એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી લઘુત્તમ 3000 ની ટિકિટ ખરીદવા પર મુસાફરને 5 ટકા (મહત્તમ 500 રૂપિયા) કેશબેક મળી શકે છે. આ સેલ પર ઈન્ડિગોના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર વિલિયમ વોલ્ટરે કહ્યુ, "ઈન્ડિગો 4 ઓગસ્ટે 12 વર્ષનું થઈ રહ્યુ છે અને આ પ્રસંગને ખાસ બનાવવા માટે અમે 57 શહેરોમાં 12 લાખ ટિકિટ પર ભાડા ઘટાડ્યા છે. અમને સૌથી મોટી ભારતીય એરલાઈન સીટોના સૌથી મોટા સેલની ઘોષણા કરવાની ખુશી છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X