Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હીની બાડા હિન્દુરાવ હોસ્પિટલ પાસે અંધાધુંધ ફાયરિંગ, 2ના મોત, 2 ઘાયલ

દિલ્હીની બાડા હિન્દુરાવ હોસ્પિટલ નજીક એક ગીચ વિસ્તારમાં બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં બે મુસાફરોને ગોળી વાગી હતી અને બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ

દિલ્હીની બાડા હિન્દુરાવ હોસ્પિટલ નજીક એક ગીચ વિસ્તારમાં બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં બે મુસાફરોને ગોળી વાગી હતી અને બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં વધુ બે લોકો ઘાયલ થયા છે. ગુરુવારે રાત્રે 9: 21 થી 9: 45 ની વચ્ચે આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું છે કે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગોળી ચલાવનારા હુમલાખોરોની ઓળખ હજુ થઈ નથી.

Firing

હુમલાખોરોએ 20-25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ઓછામાં ઓછા 20-25 રાઉન્ડ ફાયર કર્યા છે. આ ઘટના પર હાજર લોકોનું કહેવું છે કે હુમલાખોરો એક જૂથમાં આવ્યા હતા અને તેમની પાસે ઘણા હથિયારો હતા. ટીવી રિપોર્ટ અનુસાર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે 4 થી 5 લોકો એક યોજના હેઠળ વ્યક્તિ પર હુમલો કરવા આવ્યા હતા. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા.

દિલ્હી પોલીસના ડીસીપી (ઉત્તર) એન્ટો અલ્ફોંસે જણાવ્યું છે કે આ ફાયરિંગ બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણ બાદ થઈ છે. બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણ બાદ બે વાર ફાયરિંગ પણ થઇ ચુક્યું છે. આ ઘટનામાં બે પસાર થતા લોકોનું મોત નીપજ્યું છે, મૃતકોમાંથી એકની ઓળખ થઈ ગઈ છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X