For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Indo-China Stand-off Live: ચીને પૂર્વ લદ્દાખ સીમા પર 5 મિલિશિયા સ્કવૉડ કરી તૈનાત

Indo-China Stand-off Live: લદ્દાખના હાલાત પર રક્ષામંત્રી CDS સાથે બેઠક કરી રહ્યા છે, ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે અથડામણ થઇ છે. પૂર્વી લદ્દાખના ગલવાન વિસ્તારમાં સોમવારે રાતે ભારત અને ચીનની સેના વચ્ચે ટકરાવના અહેવાલો વચ્ચે ભારતીય સેનાના એક ઑફિસર અને બે જવાન શહીદ થયા હોવાના સમાચાર મળ્યા છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી કે ચીનને પણ આ અથડામણથી ભારે નુકસાન થયું છે. મળેલી માહિતી મુજબ બંને તરફથી ગોળીબાર નહોતો થયો બલકે પથ્થરમારામાં એક ઑફિસર અને 2 જવાન શહીદ થઇ ગયા હતા. આ ઘટના બાદથી જ ભારત-ચીન બોર્ડર પર તણાવ વધી ગય છે. ભારત- ચીન બોર્ડરના લાઇવ સમાચાર માટે વનઇન્ડિયા ગુજરાતીને અનુસરતા રહો...

china

Newest First Oldest First
11:56 AM, 4 Sep

29 અને 30 ઓગસ્ટે ભારતની સેનાથી હાર્યા બાદ હવે ચીને પૂર્વ લદ્દાખમાં સીમા પર પાંચ મિલિશિયા સ્કવૉડ તૈનાત કરી છે.
11:54 AM, 4 Sep

ભારત-ચીન તણાવ વચ્ચે ચીનના સંરક્ષણ મંત્રી જનરલ વે ફેંધેએ ભારતના સંરક્ષણ રાજનાથ સિંહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
10:13 AM, 18 Jul

હોંગકોંગમાં સ્વતંત્રતા કુચલી રહી છે ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી. અમેરિકાએ કર્યો દાવો.
11:08 AM, 17 Jul

બે દિવસીય પ્રવાસ પર લદ્દાખ પહોંચેલા રાજનાથ સિંહે લેહમાં ચલાવી પિકા મશીન ગન, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને આર્મી ચીફ પર હાજર.
11:06 AM, 17 Jul

ભારતીય સશસ્ત્રબળોના સૈનિકોએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રક્ષા સ્ટાફ પ્રમુખ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ એમએમ નરવાણેની હાજરીમાં કર્યો પેરા ડ્રોપિંગ અભ્યાસ.
10:20 AM, 17 Jul

લેહ પહોંચ્યા કેન્દ્રીય સરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ નરવાણે.
9:23 AM, 17 Jul

ભારત- ચીન સીમા વિવાદ વચ્ચે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસીય પ્રવાસ પર લદ્દાખ પહોંચ્યા છે, આ દરમિયાન રક્ષા મંત્રી LAC અને LOC પણ જશે અને ત્યાના હાલાતનો રિપોર્ટ લેશે
12:06 PM, 14 Jul

ચુશુલમાં ભારત અને ચીન વચ્ચે કોર કમાંડર સ્તરની ચર્ચા શરુ, ડિસઇંગેજમેન્ટ પ્રક્રિયા પર ચર્ચા.
11:59 AM, 14 Jul

ભારત-ચીન વચ્ચે તણાવ ઘટાડવા માટે 11.30 વાગ્યે બેઠક મળી
4:59 PM, 13 Jul

લદ્દાખમાં સરહદ વિવાદ ધીરે ધીરે શાંત થઈ રહ્યો છે. દરમિયાન, સોમવારે આર્મી ચીફ જનરલ નરવાને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આર્મી ચીફે ફરીથી સ્પષ્ટ કર્યું કે ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં દુશ્મનને સખત પ્રતિક્રિયા આપવા તૈયાર છે.
2:25 PM, 10 Jul

નાગાલેન્ડમાં કોરોના વાયરસના 36 નવા કેસ નોંધાયા છે, હવે ત્યાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 732 છે.
8:35 AM, 10 Jul

ચીન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો નવો મોર્ચો, હોંગકોંગે 10 હજાર વિદ્યાર્થીઓને સ્ટૂડન્ટ વીજા ઑફર કર્યા.
8:35 AM, 10 Jul

પૈંગોંગ એરિયામાં ફિંગર-4થી પણ પાછળ હટ્યા ચીની સૈનિકો, ભારતીય સૈનિકો પણ પાછળ આવ્યા.
7:50 AM, 9 Jul

તેમણે કહ્યું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કંઇક એવા બદલાવ કરતી ગતિવિધિઓમાં વ્યસ્ત છે, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ ગંભીરતાથી લીધું
7:50 AM, 9 Jul

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ બુધવારે કહ્યું કે ચીને ભૂટાનથી તાઇવાન સુધી માત્ર સીમા વિવાદ ઉભો કર્યો છે. તેને આવી રીતે ધમકાવતો વ્યવહાર કરવાની મજૂરી દુનિયાને આપવી ના જોઇએ. પોમ્પિયોએ કહ્યું કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ ગલવાન મુદ્દે કેટલીય વાત થઇ.
7:50 AM, 9 Jul

દક્ષિણી કાશ્મીરમાં શહીદ થયેલા નાયક રાજવિંદર સિંહને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
7:50 AM, 9 Jul

સૂત્રો મુજબ પૈંગોંગ નદી પાસે ફિંગર 4 વિસ્તારમા હજી પણ ચીની સેનાની ગતિવિધિઓ જોવા મળી રહી છે. જો કે ત્યાંથી ગાડીઓ અને ટેન્ટ હટાવી લેવામાં આવ્યા છે.
10:26 AM, 6 Jul

આ વખતે શિયાળામાં સેનાને વિન્ટર ડીઝલની સપ્લાય કરવામાં આવશે.
10:25 AM, 6 Jul

રૉયલ નેવીની તૈનાતી પર ભડક્યુ ચીન, બ્રિટનને ગણાવ્યો અમેરિકાનો મુર્ગો.
3:43 PM, 5 Jul

ચીને હવે દક્ષિણ ચીન સમુદ્રમાં સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. જેના પર પડોસી દેશ વિયેતનામ અને ફિલીપીંસે વાંધો ઉઠાવ્યો.
3:43 PM, 5 Jul

ચીને પહેલીવાર સત્તાવાર રીતે એમ કહ્યું કે ભૂટાન સાથે તેનો સીમા વિવાદ છે. જેમાં ત્રીજા પક્ષને દખલ દેવાની જરૂરત નથી. જેમાં ચીને ભારત તરફ ઇશારો કર્યો.
3:42 PM, 5 Jul

વિદેશ મંત્રાલયે કહ્યું કે જો પાકિસ્તાન ચીનનું સમર્થન કરવાનું નહિ છોડે તો તેણે વૈશ્વિક સ્તરે અલગાવનો સામનો કરવો પડશે.
3:42 PM, 5 Jul

ચીનના સમર્થનને લઇ પાકિસ્તાનના વિદેશ વિભાગે ઇમરાન ખાનને ચેતવણી આપી છે.
3:49 PM, 4 Jul

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં ભાજપના 'સેવા જ સંગઠન' કાર્યક્રમમાં શામેલ થશે.
12:40 PM, 4 Jul

ચીનની આક્રમકતા વચ્ચે જારી થયો અમેરિકી કોંગ્રેસનો રિપોર્ટ, કહ્યુ - ચીને એલએસી પર એ પ્રયાસોને પણ રોક્યા, જેના દ્વારા શાંતિ સ્થપાઈ શકે છે.
11:40 AM, 4 Jul

રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં ચીને ભારત સામે આક્રમક નીતિને વધુ ઝડપથી આગળ વધાર્યુ, અમેરિકી કોંગ્રેસના રિપોર્ટમાં ખુલાસો.
10:53 AM, 4 Jul

ચીન સાથે જ પાક સીમી પર પણ ભારતને પડકાર મળી રહ્યા છે, આ વર્ષે માર્યા ગયા 127 આતંકી.
3:15 PM, 3 Jul

સાથીઓ ભગવાન ગૌતમ બુદ્ધે કહ્યું કે સાહસનો સંબંધ પ્રતિબદ્ધતા સાથે છે, સાહસ કરુણા છે, સાહસ જુનૂન છેઃ પીએમ મદી
3:15 PM, 3 Jul

દેશના દરેક સ્તરે આપણી સેના અને સૈનિકોને મજબૂત કરી રહ્યા છીએઃ પીએમ મોદી
3:14 PM, 3 Jul

સેનાઓમાં સારા સમન્વય માટે લાંબા સમયથી ચીફ ઑફ ડિફેન્સના પદની રચનાની વાત હોય કે પછી નેશનલ વૉર મેમોરિયલ હોય કે પછી વન નેશન વન રેંક અથવા તમારા પરિવારની દેખરેખથી લઇ શિક્ષણ માટે સતત દેશ કામ કરી રહ્યો છેઃ પીએમ મોદી
READ MORE

English summary
Indo-China Stand-off at Galwan get live updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X