For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India China Standoff: ભારત-ચીન વચ્ચે 12 કલાક વાર્તાલાપ ચાલ્યો, સૈન્ય વાપસી પર થઈ ચર્ચા

India China Standoff: ભારત-ચીન વચ્ચે 12 કલાક વાર્તાલાપ ચાલ્યો, સૈન્ય વાપસી પર થઈ ચર્ચા

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે શનિવારે કોર કમાંડર લેવલની 10મા તબક્કાની વાતચીત 12 કલાક સુધી ચાલી. આ બેઠકમાં બંને દેશોએ પૂર્વી લદ્દાખના બાકી વિસ્તારો હૉટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપસાંગ જેવા ક્ષેત્રોથી પણ સૈન્ય વાપસી પર ચર્ચા કરી. બેઠક શનિવારે સવારે 10 વાગ્યે વાસ્તવિર નિયંત્ર રેખા પર ચીન તરફ મોલ્દો સીમા ક્ષેત્રમાં શરૂ થઈ, જે રાતે 9 વાગીને 45 મિનિટ સુધી ચાલી. સત્તાવારા સૂત્રો મુજબ આ વાર્તાલાપમાં ભારતે બંને દેશ વચ્ચે વિવાદ અને તણાવ ઘટાડવા માટે હૉટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપસાંગા જેવા પૂર્વી લદ્દાખના ક્ષેત્રોથી તેજ ગતિએ સૈનિકોને પરત ખેંચવા પર જોર આપ્યું. ભારત અને ચીનમાં સીમા વિવાદ અને સૈન્ય ગતિરોધના લગભગ 9 મહિના થઈ ગયા છે.

india china

કેટલીય વાતચીત સમજૂતી બાદ ભારત અને ચીને પૈંગોંગ સરોવરના ઉત્તરી અને દક્ષિણી કાંઠેથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા છે. આની સાથે જ બંને દેશોએ આ ક્ષેત્રોથી સૈન્ય ઉપકરણ પણ હટાવી લીધાં છે. આ પ્રક્રિયા પૂરી થયાના બે દિવસ બાદ ભારત અને ચીનમાં કોર કમાંડર સ્તરની 10મા તબક્કાની આ વાતચીત થઈ છે. સત્તાવાર સૂત્રોએ જાણકારી આપી કે હૉટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપસાંગ જેવા ક્ષેત્રોમાં સૈન્ય વાપસી કેવી રીતે કરાવામાં આવે અને આ પ્રક્રિયાને કેવી રીતે આગળ વધારવામાં આવે તેના પર ચર્ચા કરવામાં આવી.

નોંધનીય છે કે પૈંગોંગ સરોવરના ઉત્તરી અને દક્ષિણી કાંઠે સૈન્ય વાપસીની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી, જે 18 ફેબ્રુઆરીએ પૂરી કરી લેવામાં આવી છે. 10મા તબક્કાની વાતચીતનું ભારત તરફથી લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનને નેતૃત્વ કર્યું હતું. પીજીકે મેનન લેહ સ્થિત 14મી કોરના કમાંડર છે. જ્યારે ચીન પ્રતિનિધિનું મેજર જનરલ લિઉ લિને નેતૃત્વ કર્યું હતું. મેજર જનરલ લિઉ લિન ચીની સેનાના દક્ષિણી શિનજિયાંગ સૈન્ય જિલ્લાના કમાંડર છે.

India-china standoff: ભારત-ચીન વચ્ચે આજે 10મા દોરની વાતચીત, સૈનિકોને હટાવવા મુદ્દે થશે ચર્ચાIndia-china standoff: ભારત-ચીન વચ્ચે આજે 10મા દોરની વાતચીત, સૈનિકોને હટાવવા મુદ્દે થશે ચર્ચા

English summary
Indo-China talks last 12 hours, withdrawal of troops discussed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X