For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ ધારાસભ્ય આકાશની મારપીટનો શિકાર બનેલા અધિકારીની તબિયત બગડી, ICUમાં ભરતી

મધ્ય પ્રદેશના ઈંદોરમાં ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય દ્વારા નગરનિગમના અધિકારીની મારપીટ બાદ ઉઠેલો વિવાદ સતત વધી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના ઈંદોરમાં ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય દ્વારા નગરનિગમના અધિકારીની મારપીટ બાદ ઉઠેલો વિવાદ સતત વધી રહ્યો છે. બુધવારે પોલિસે આકાશની ધરપકડ કરી લીધી હતી. હાલમાં તે જેલમાં બંધ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે આકાશ વિજયવર્ગીયએ જે નગરનિગમના અધિકારીની મારપીટ કરી હતી તેમની તબિયત શુક્રવારે બગડી ગઈ છે. ત્યારબાદ તે અધિકારીને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા છે.

akash

મીડિયા રિપોર્ટ્સ મુજબ નગર નિગમના અધિકારીને એક ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યુ કે નગર નિગમના ભવન નિરીક્ષક ધીરેન્દ્ર સિંહ બાયસ (46) ને ગુરુવારે મોડી સાંદે હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ પર આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યુ કે દર્દીની હાલત સ્થિર છે.

વળી, ભાજપ નેતા અને કાર્યકર્તા આજે ધારાસભ્ય આકાશની ધરપકડના વિરોધમાં પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. સમર્થકો દ્વારા શહેરમાં લગાવાયેલા પોસ્ટરમાં 'સેલ્યુટ આકાશજી' લખેલુ છે. બીજી તરફ ગુરુવારે નગર નિગમના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને ધારાસભ્ય દ્વારા અધિકારીઓની મારપીટનો વિરોધ કર્યો હતો. આકાશ વિજયવર્ગીય મધ્ય પ્રદેશમાં ભાજપના મોટા નેતા પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર છે.

આકાશ વિજયવર્ગીયએ બુધવારે પોતાના વિસ્તારમાં એક નિગમ અધિકારીને બેટથી ત્યારે માર્યા હતા જ્યારે તે ટીમ સાથે અહીં એક જર્જરિત મકાન તોડી પાડવા માટે પહોંચ્યા હતા. આકાશની રસ્તા પર ગુંડાગિરી અને મારપીટનો વીડિયો મીડિયામાં પણ આવી ગયો હતો. ત્યારબાદ તેમના પર કેસ કરીને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ તો શું પહેલેથી જ પરિણીત છે સુનૈના રોશનને પ્રેમ કરવાનો દાવો કરનાર રુહેલ અમીન?આ પણ વાંચોઃ તો શું પહેલેથી જ પરિણીત છે સુનૈના રોશનને પ્રેમ કરવાનો દાવો કરનાર રુહેલ અમીન?

English summary
Indore Municipal Corporation officer who was thrashed by BJP MLA Akash, has been hospitalized
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X