For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વે: દિલ્હીમાં 66 ટકા લોકોએ કિરણ અને ભાજપ પર વિશ્વાસ મૂક્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જાન્યુઆરી: કિરણ બેદીના આવ્યા બાદથી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જાણે કે નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગી રહ્યું છે. આ વાસ્તવિકતા સામે આવી છે એક સર્વેમાં. મોબાઇલ પર આઇવીઆરએસના માધ્યમથી પોલ કરાવનારી એજન્સી ઇંસ્ટાવાણીએ દિલ્હીના 1,111 લોકોની વચ્ચે સર્વે કરાવ્યો, જેમાં 66 ટકા લોકોએ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં વોટ કરવાની વાત કરી છે.

kiran bedi
ઇંસ્ટાવાણી પર પૂછવામાં આવેલા સવાલ અને તેના જવાબ ટકાવારી પ્રમાણે-

ભાજપના મુખ્યમંત્રી પદ માટે કિરણ બેદીના નામ પર આપ સહમત છો?
આ સવાલના જવાબમાં 1,111 લોકોએ કંઇ આ પ્રકારની પ્રતિક્રિયા આપી. 28 ટકાએ જણાવ્યું કે ના, 7 લોકોએ કોઇ જવાબ આપ્યો નહીં.

કિરણ બેદીના નામ પર શું આપ ભાજપને વોટ આપવા માંગશો?
આ સવાલના જવાબમાં 919 લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી. જેમાં 16 ટકાએ જણાવ્યું કે વિકલ્પ નહીં બદલાયો તો, 24 ટકાએ જો બેદીનું નામ હટ્યું તો વિચારી શકીએ છીએ. 60 ટકાએ પોતાની નિષ્ઠા ભાજપ પ્રત્યે બતાવી.

bjp
આપ કોના માટે વોટ કરશો?
આ સવાલના જવાબમાં 858 લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી જેમાંથી 27 ટકાએ આમ આદમી પાર્ટીનું નામ લીધું, 66 ટકાએ ભાજપનું, 5 ટકા લોકોએ કોંગ્રેસ અને અન્ય માટે 2 ટકા લોકોએ નામ લીધું.

English summary
IVRS poll agency InstaVaani polled 1100 plus Delhi residents on their election choice. 66 per cent of people voted for BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X