વાજપેયી અને મેં જ્યાં છોડ્યું હતું ત્યાંથી આરંભ કરવાની ઇચ્છા : નવાઝ શરીફ
નવી દિલ્હી, 26 મે : ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ભારત આવી પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે એનડીટીવીના ગ્રુપ એડિટર બરખા દત્ત સાથેના એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેઓ નરેન્દ્ર મોદીને મળવા માટે ખુબ ઉત્સુક છે. હું આ મુલાકાતને શ્રેષ્ઠ અવસરના સ્વરૂપમાં જોઇએ છે. આ તકે બંને દેશો એક-બીજાની નજીક આવી શકે છે.
આ ઇન્ટરવ્યૂમાં તેમણે બીજી અનેક અગત્યની બાબતો જણાવી હતી જે આ મુજબ છે.

- આ શ્રેષ્ઠ પળ છે, શ્રેષ્ઠ અવસર છે. જ્યારે બંને દેશો એકબીજીની વધારે નજીક આવી શકે છે.
- બંને દેશોની સરકારો પાસે મજબૂત જનાદેશ છે. તેના કારણે આપણા સંબંધોમાં નવો અધ્યાય લખવામાં મદદ મળી શકે છે.
- દુનિયાના કોઇ પણ બે દેશોમાં આટલી બધી સાંસ્કૃતિક અને પારંપરિક સમાનતા નથી જેટલી હિન્દુસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે છે. આથી શા માટે બંને દેશોની સમાનતાઓને તાકાત ના બનાવવામાં આવે...
- હું મોદીજીને મળવા ખુબ ઉત્સુક છું.
- આપણે એક બીજા પ્રત્યે ડર, અવિશ્વાસ અને શંકાની ભાવનાનો ત્યાગ કરવો પડશે
- આપણે આ વિસ્તારને દાયકાઓથી ઉપસ્થિત અસ્થિરતા અને અસુરક્ષાની ભાવનાથી અલગ કરવો પડશે.
- આ (અટલ બિહારી વાજપેયી)જીની જ ભારતીય જનતા પાર્ટી છે, જેના માટે મારા દિલમાં સૌથી વધારે સન્માન છે.
- હું ત્યાંથી જ સૂત્રોને પકડવા માંગુ છું, જ્યાં વર્ષ 1999માં મેં અને વાજપેયીજીએ છોડ્યું હતું.












Click it and Unblock the Notifications
