For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં રેડ એલર્ટ, આવતા 3 કલાકમાં ઘણા વિસ્તારોમાં આંધી-તોફાનની સંભાવના

આગામી 3 કલાકમાં મુંબઈમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે

|
Google Oneindia Gujarati News

માયાનગરી મુંબઈમાં સતત ભારે વરસાદ અને આંધીના કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ છે. વળી, દક્ષિણ મુંબઈમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુંબઈ, ઠાણે અને પાલઘરમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગામી 3 કલાકમાં મુંબઈમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને આ દરમિયાન 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વળી, આવતા 24 કલાકમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

સતત વરસાદના કારણે મુંબઈમાં હાલ બેહાલ

સતત વરસાદના કારણે મુંબઈમાં હાલ બેહાલ

તમને જણાવી દઈએ કે બુધવારથી સતત થઈ રહેલા વરસાદના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘણી જગ્યાએ વરસાદ અને આંધીના કારણે ગાડીઓ પર વૃક્ષો પડવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. વળી, અમુક જગ્યાઓએ ગાડી પલટી ગઈ છે.

પીએમ મોદીએ કરી સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત

પીએમ મોદીએ કરી સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત

પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત પણ કરી છે અને દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે તે કોઈ જરૂરી કામ વિના પોતાના ઘરોમાંથી ન નીકળે અને ઘરોમાં જ સુરક્ષિત રહે. બીએમસીએ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે અને કહ્યુ છે જરૂર વિના લોકો ઘરોમાંથી બહાર ન નીકળે.

રેડ એલર્ટ જારી

હવામાન વિભાગે આજે પણ અહીં રેડ એલર્ટ જારી કર્યુ છે. તમને જણાવી દઈએ કે મંગળવારે ઉપનગર કાંદિવલીમાં પશ્ચિમ એક્સપ્રેસ રાજમાર્ગ(ડબ્લ્યુઈએચ) પર મંગળવારે સવારે ભૂસ્ખલનથી પશ્ચિમી ઉપનગરથી દક્ષિણ મુંબઈ તરફ વાહન વ્યવહાર અટકી ગયો હતો. વળી, સાંતાક્રૂઝના નાળાાં 35 વર્ષીય મહિલા અને તેના બે બાળકો વહી ગયા હતા.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, 8 લોકોના મોતઅમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, 8 લોકોના મોત

English summary
Intense rainfall at isolated places likely over Mumbai during next 3 hours: IMD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X