Interim Budget 2024: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આપ્યું બજેટનું સૌથી ટૂંકુ ભાષણ, કોઇ મોટી જાહેરાત નહીં

Interim Budget 2024: મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ અને વચગાળાનું બજેટ આજે સંસદમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી નાનું બજેટ ભાષણ હતું.

આ બજેટમાં ખેડૂતો, મહિલાઓ, આરોગ્ય અને પ્રવાસન ક્ષેત્રે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આ મોટી જાહેરાતો ટાળવામાં આવી છે. જેના કારણે મધ્યમ વર્ગની આશા નિરાશામાં ફેરવાઇ ગઇ છે.

Interim Budget 2024

58 મિનિટનું બજેટ ભાષણ - નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ વખતે તેમના કાર્યકાળનું સૌથી નાનું બજેટ ભાષણ આપ્યું છે. તેમણે નાણાકીય વર્ષ 2024-25 માટે માત્ર 58 મિનિટનું બજેટ ભાષણ વાંચ્યું. ઉલ્લેખનીય છે કે, સીતારમણે છેલ્લી વાર (2023) પોતાનું સૌથી નાનું બજેટ ભાષણ આપ્યું હતું. તેમણે નાણાકીય વર્ષ 2023-24 માટે માત્ર 87 મિનિટનું બજેટ ભાષણ વાંચ્યું. જે આ વખતે માત્ર 58 મિનિટમાં પૂર્ણ થઈ ગયું. જેમાં ન તો ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે કે, ન તો આવકવેરામાં કોઈ છૂટ આપવામાં આવી છે.

આ બજેટમાં ન તો કેન્દ્ર સરકારને કોઈ રાહત આપવામાં આવી છે કે, ન તો સામાન્ય માણસ પર કોઈ પ્રકારનો બોજ નાખવામાં આવ્યો છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મધ્યમ વર્ગને રાહત ન મળી - નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં આવકવેરા ભરનારાઓને કોઈ રાહત મળી નથી. ચૂંટણીના વર્ષમાં મધ્યમ વર્ગને આ વચગાળાના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ અગાઉના વચગાળાના બજેટની પરંપરા જાળવી રાખતા સરકારે આવું જ બજેટ રજૂ કર્યું છે.

નાણામંત્રીએ ટેક્સ પર શું કહ્યું? - સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, હું આયાત ડ્યુટી સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ કર માટે સમાન કર દરો જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂકું છું.

નાણામંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે, 2014માં દેશ વિશાળ પડકારોનો સામનો કરી રહ્યો હતો. સરકારે તે પડકારોનો સામનો કર્યો અને માળખાકીય સુધારા કર્યા. જાહેર મૈત્રીપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે.

2019ના વચગાળાના બજેટમાં રાહત આપવામાં આવી - વર્ષ 2019ના વચગાળાના બજેટમાં નોકરી કરતા લોકો દ્વારા ચૂકવવામાં આવતા આવકવેરા પર સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે આવું કોઈ પગલું ભર્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X