For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

International Yoga Day 2020: સામાન્યથી લઇ ખાસ સુધી, બધાએ કર્યા યોગ, જુઓ તસવીરો

International Yoga Day 2020: સામાન્યથી લઇ ખાસ સુધી, બધાએ કર્યા યોગ, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, આ વખતે કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખતા કોઇપણ પ્રકારનું આયોજન આજના દિવસે નથી કરાયું, સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020ની થીમ પણ આ વાતને ધ્યાનમાં રાખતા જ રાખી છે, આ વખતેની થીમ છે, "Yiga for Health- Yoga from Home". આ અવસર પર પીએણ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર દેશવાસીઓને સંબોધિત કર્યા.

જે બધાને સાથે લાવે તે જ યોગ છેઃ પીએમ મોદી

જે બધાને સાથે લાવે તે જ યોગ છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે છઠ્ઠા આંતરરાષટ્રીય યોગ દિવસની તમને બધાને ખુબ શુભકામનાઓ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો આ દિવસ એકજુટતાનો દિવસ છે. આ વિશ્વ બંધુત્વના સંદેશાનો દિવસ છે. જે આપણને જોડે છે, સાથે લાવે તેજ યોગ છે. કોરોનાના આ સંકટ દરમિયાન દુનિયાભરના લોકોનું My Life- My Yoga વીડિયો બ્લોગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવો દેખાડે છે કે યોગ પ્રત્યે ઉત્સાહિત કેટલો વધી ગયો છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને કેમ મનાવાય છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને કેમ મનાવાય છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને યોગ પણ મનુષ્યને દીર્ઘ આયુ પ્રદાન કરે છે માટે આ દિવસે યોગ દિવસ ઉજવવામાં આવે છે. પહેલીવાર 21 જૂન 2015ના રોજ યોગ દિવસ મનાવવામાં આવ્યો, જેની પહેલ પીએમ નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણથી કરી હતી, જે બાદ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરવામાં આવ્યો.

યોગની જનની ભારત માતા છે

11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં 177 સભ્યો દ્વારા 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાના પ્રસ્તાવને મંજૂરી મળી હતી. પીએ મોદીના આ પ્રસ્તાવને 90 દિવસમાં પૂર્ણ બહુમતથી પાસ કરવામાં આવ્યો, જે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કોઇ દિવસ પ્રસ્તાવ માટે સૌથી ઓછો સમય છે.

પ્રાચિન કાળણાં ગુફાઓની અંદર યોગ થતો હતો

યોગને હંમેશા ધ્યાન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ઇતિહાસકારો મુજબ પ્રચાચિનકાળમાં તમામ લોકો ગુફાઓની અંદર ધ્યાન ધરતા હતા. જેનું પ્રમાણ મુંબઇની એલીફંટા કેવથી લઇ હિમાલય પર્વતની ગુફાઓમાં આજે પણ મળે છે. તમિલનાડુથી લઇ આસામ સુધી અને બર્માથી લઇ તબેટ સુધીના જંગલોની અંદર કંદરાઓમાં આજે પણ આ ગુફાઓ હાજર છે, જ્યાં યોગ અને ધ્યાન કરવામાં આવતું હતું.

યોગ સંસ્કૃત ધાતુ 'યુજ'થી ઉતપન્ન થયો છે

યોગ શબ્દ સંસ્કૃત શબ્દ 'યુજ'થી ઉત્પન્ન થયો છે જેનો અર્થ વ્યક્તિગત ચેતના સાથે મિલન થાય છે. યોગ 5000 વર્ષ પ્રાચીન ભારતીય જ્ઞાનનો સમુદાય છે. કેટલાય લોકો યોગને માત્ર શારીરિક વ્યાયામ જ માને છે, જ્યાં લોકો શરીરને તોડી-મરોડે છે અને શ્વાસ લેવાની જટિલ રીતે અપનાવે છે.

યશ રાજ ફિલ્મ સાથે સુસાંતના કોન્ટ્રાક્ટની કોપી મળી, પોલીસે 15 લોકોની પૂછપરછ કરીયશ રાજ ફિલ્મ સાથે સુસાંતના કોન્ટ્રાક્ટની કોપી મળી, પોલીસે 15 લોકોની પૂછપરછ કરી

English summary
International Yoga Day 2020: watch event in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X