એર ઈન્ડિયા પેશાબકાંડમાં ક્રૂ સામે તપાસ બંધ કરાઈ
એર ઈન્ડિયા પેશાબ કાંડને લઈને એરલાઈન દ્વારા ક્રૂ સામે કરવામાં આવી રહેલી આંતરીક તપાસને બંધ કરવામાં આવી છે. એરલાઈને આ જાણકારી આપી.
નવી દિલ્હી : એર ઈન્ડિયામાં એક યાત્રીએ મહિલા પર પેશાબ કર્યા બાદ મોટો વિવાદ થયો હતો. આ વિવાદને લઈને એરલાઈને યાત્રી સહિત વિમાનમાં હાજર ક્રૂ ની પણ તપાસના આદેશ આપ્યા હતા. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે ક્રૂ વિરૂદ્ધ તપાસ બંધ કરવામાં આવી છે.

એર ઈન્ડિયાએ ફ્લાઈટમાં ઘટના વખતે ફ્લાઈટમાં હાજર ક્રૂ ઓપરેશન્સ અને વહીવટી સ્ટાફ પર કરવામાં આવી રહેલી કાર્યવાહી અંગેની આંતરિક તપાસ બંધ કરી દીધી છે. વિગતો અનુસાર ફરિયાદીએ સાથી યાત્રીએ પેશાબ કર્યા બાદ ક્રૂનો સંપર્ક કર્યો હતો. આ મુદ્દે એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, કથિત ઘટનાના સાક્ષીઓની ગેરહાજરીમાં ક્રૂને આરોપીના અપરાધ વિશે ધારણાઓ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે કુદરતી ન્યાય અને યોગ્ય પ્રક્રિયાની વિરુદ્ધ છે.
અહીં તમને જણાવી દઈએ કે, એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં શંકર મિશ્રા નામના એક યાત્રીએ એખ સાથી યાત્રી મહિલા પર પેશાબ કર્યો હતો. આ ઘટના બાદ મહિલાની ફરિયાદ પર દિલ્હી પોલીસે શંકર મિશ્રાની બેંગલુરુથી ધરપકડ કરી હતી. તેના પર કાર્યવાહી કરાતા 4 મહિના માટે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Air India has closed its internal investigation into the actions by its crew operating and administrative staff supporting AI102 on 26th November 2022.The crew were approached by the complainant seeking assistance after allegedly being urinated on by a fellow passenger: Air India pic.twitter.com/1uRxg0Znhz
— ANI (@ANI) January 24, 2023
આ કાર્યવાહી સિવાય સામે આવી રહેલા સમાચારો અનુસાર, આરોપી શંકર મિશ્રાને વેલ્સ ફાર્ગો નામની કંપનીએ નોકરીમાંથી છુટા કરી દીધા છે. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, કંપની તેના કર્મચારીઓ પાસેથી આવા વર્તનની અપેક્ષા રાખતી નથી. કંપની દ્વારા કર્મચારીની ભરતી ઘણા માપદંડો ચકાસીને કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
