ભાજપ નેતા કિરીટ સૌમેયાના વાયરલ વીડિયોની તપાસ શરુ, ક્રાઇમ બ્રાંચને મળી જવાબદારી
Kirit Somaya Viral Video: ભાજપ નેતા કિરિટ સોમેયાના સાથે જોડાયેલા વાયરલ વીડિયોના મામલે રાજકારણ ગરમાયુ છે. અને વિરોધ પક્ષના હુમાલા બાદ આ મામલાની તપાસ શરુ કરવામાં આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચે આ મામલે તપાસ શરુ કરી દિધી છે. ટેક્નીકલ જાણકારો અને સાઇબર વિશેષજ્ઞની મદદથી ક્રાઇમ બ્રાચ યૂનિટ 10 વીડિયોની સત્યતાની તપાસ કરશે. ડેબ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં આ મામલે તપાાસના આદેશ આપ્યા છે.

તેને લઇને કિરીટ સૌમેયાએ દેવેન્દ્ર ફડણવીસ ને પત્ર લખીને વાયરલ વીડિયોની પ્રમાણીક્તાની તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે ન્યુઝ ચેનલ પર પ્રસારીત વીડિયોની પ્રમાણીક્તાની તપાસ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યુ કે, ક્યારેય કોઇ મહિલા સાથે દુર્વ્યવહાર નથી કર્યો. આ કથિત વીડિયો સોમવારે સાંજે એક મરાઠી સમાચાર ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો .












Click it and Unblock the Notifications
