રાહુલ ગાંધીએ ભારતો જોડો યાત્રા માટે અખિલેશ યાદવ અને માયાવતીને આપ્યુ આમંત્રણ
ભારત જોડો યાત્રામા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને માયાવતીને રાહુલ ગાંધીએ પત્ર લખીને આમત્રણ આપ્યુ હતુ. તેને લઇને માયાવતી અને અખિલેશ યાદવે તેમનો આભાર માન્યો છે. અને યાત્રા માટે શૂભકામના પાઠવી છે.
ભારત જોડો યાત્રામાં કોગ્રેસના ઘણા નેતા આવી રહ્યો છે. આ સિવાય સમાજિક રાજનીતિક જીવનમાં સક્રીય રહેલી ઘણી હસ્તીઓ પદયાત્રામાં ભાગ લઇ રહ્યા છે. યાત્રા રાજકીય રીતે સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરનાર છે. રાહુલ ગાંધીએ બે પૂર્વ મુખ્યમંત્રીઓ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીને આમંત્રણ આપ્યુ છે. બને નેતાઓને આભાર માનીને શુભકામના પાઠવીને છે.

અખિલેશ યાદવે ટ્વીટર પર રાહુલ ગાધીને શુભકામના પાઠવી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોમવારે કહ્યુ છે કે, કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાની સફળતા માટે શુભકામના આપતા પદયાત્રામાં આમંત્રણ કરવા માટે અખિલેશ યાદવે રાહુલને ધન્યવાદ પણ આપ્યા હતા. અખિલેશ યાદવે જણાવ્યુ હતુ કે, "ભારત ફક્ત ભૌોગોલીક એકમ નથી, આ એક પ્રેમ, અંહિસા, સહાનૂભૂતિ, સહયોગ અને સદ્દભાવના વિશે પણ છે જે તેને જોડીને રાખે છે. આપણા રાષ્ટ્રીય લોકાચાર અને ઓળખની રક્ષા માટે શરુ કરવામાં આવી છે. યાત્રા પોતાના ઉદેશ્યને પ્રાપ્ત કરશે.
પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધીને શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી દ્વારા આ યાત્રા માટે લખેલા પત્ર માટે તેમનો આભાર માનુ છુ.












Click it and Unblock the Notifications
