For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INX Media Case: ચિદમ્બરમને ઝાટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

INX Media Case: ચિદમ્બરમને ઝાટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી અને કોગ્રેસના નેતા પી ચિદમ્બરમની જામીન પરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું કે કોંગ્રેસ નેતા પર લાગેલ આરોપો ગંભીર છે. કોર્ટે કહ્યું કે આવા મામલામાં જામીન ના આપી શકાય.

p chidambaram

દિલ્હી હાઈકોર્ટના આ ફેસલા બાદ ચિદમ્બરમે હજુ જેલમાં જ રહેવું પડશે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો ચિદમ્બરમને જામીન આપી દેવામાં આવે છે તો 70 બેનામી બેંક અકાઉન્ટ સહિત શેલ કંપનીઓ અને મની ટ્રેલને સાબિત કરવી તપાસ એજન્સી માટે મુશ્કેલ થઈ જશે. કોર્ટે કહ્યું કે આ અપરાધના કારણે દેશને નુકસાન થયું છે.

જણાવી દઈએ કે આઈએનએક્સ મીડિયા કેસમાં જ દિલ્હીના રાઉજ એવન્યૂ કોર્ટે બુધવારે 14 દિવસ માટે તેમની ન્યાયિક કસ્ટડી વધારી દીધી હતી. રાઉજ એવન્યૂ કોર્ટમાં હવે 27 નવેમ્બરે તેમના મામલામાં આગલી સુનાવણી થશે. ઈડીની ન્યાયિક કસ્ટડીમાં પી ચિદમ્બરમ તિહાર જેલમાં બધ છે. સીબીઆઈએ 21 ઓગસ્ટે પી ચિદમ્બરમને દિલ્હી સ્થિત તેમના ઘરેથી પકડ્યા હતા.

21 ઓગસ્ટે ધરપકડ કરાઈ

આઈએનએક્સ મીડિયા કેસ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલામાં 21 ઓગસ્ટે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી સીબીઆઈએ પી ચિદમ્બરમની ધરપકડ કરી લીધી હતી. જે બાદથી ચિદમ્બરમ જેલમાં જ બંધ છે. 2007માં પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે આઈએનએક્સ મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ હાંસલ કરવા માટે વિદેશ રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા વરતવાનો આરોપ છે. આ મામલામાં તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે જેઓ હાલ જમાનત પર છે.

મહારાષ્ટ્રમાં બદલાયેલ રાજનૈતિક સમીકરણો વચ્ચે શરદ પવારે NCP કોર ગ્રુપની બેઠક બોલાવીમહારાષ્ટ્રમાં બદલાયેલ રાજનૈતિક સમીકરણો વચ્ચે શરદ પવારે NCP કોર ગ્રુપની બેઠક બોલાવી

English summary
INX Media Case: Delhi High Court refused to give regular bail to Chidambaram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X