IPS Aashna Chaudhary : ખૂબસૂરતીમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે IPS આશના ચૌધરી, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો
IPS Aashna Chaudhary : ભારતમાં આઈપીએસ અધિકારીઓની વાત આવે એટલે તેમના સંઘર્ષ અને સફળતાની કહાની સામે આવે. જો કે આશના ચૌધરી તેના કરિયર સાથે સાથે તેની ખૂબસૂરતી માટે ચર્ચામાં રહે છે.
આશના ચૌધરીએ તેના ત્રીજા પ્રયાસમાં AIR 116 સાથે 2022 માં UPSC પરીક્ષા પાસ કરી છે. તેણીએ 2020 માં પ્રથમ વખત UPSC પરીક્ષા આપી અને સફળતા મેળવી શકી નહોતી.

વધુ અભ્યાસ પછી આશનાએ ફરીથી પરીક્ષા આપી અને તેનું પ્રદર્શન સુધર્યું પરંતુ તે માત્ર 2.5 માર્કસથી પાછળ રહી ગઈ. આ પછી આશનાએ તેની તૈયારીની વ્યૂહરચના બદલી અને UPSC પરીક્ષાના તમામ તબક્કા 992 માર્ક્સ સાથે પાસ કર્યા.
આશના ચૌધરીએ દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજ ફોર વુમનમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યુ છે. તેણીએ ગ્રેજ્યુએશન પછી સ્તરના અભ્યાસ પછી યુપીએસસીની તૈયારી શરૂ કરી.
આશના ચૌધરીએ દક્ષિણ એશિયન યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કર્યો છે. તેણીએ એક NGO સાથે પણ કામ કર્યું છે જે વંચિત બાળકોને શિક્ષિત કરવામાં મદદ કરે છે
આશના ઉત્તર પ્રદેશના હાપુરની વતની છે. તેમના પિતા ડૉ. અજીત ચૌધરી સરકારી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 2.65 લાખ ફોલોઅર્સ છે. તે અહીં તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
