શ્રમિકો પાસે ભાડુ વસૂલવાના આરોપ પર રેલવેએ આપ્યો જવાબ
લૉકડાઉનમાં ફસાયેલ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન રેલવે પર ઘણી વિપક્ષી પાર્ટીઓએ શ્રમિકો પાસે ભાડુ વસૂલવાનો આરોપ પણ લગાવ્યો છે. આના પર હવે રેલવેનો જવાબ આવી ગયો છે. સમાચાર એજન્સી એએનઆઈએ રેલવે મંત્રાલયના સૂત્રના હવાલાથી કહ્યુ છે કે રેલવે રાજ્ય સરકારો પાસેથી આ વર્ગ માટે માત્ર માનક ભાડુ વસૂલી રહ્યુ છે જે રેલવે દ્વારા લેવાતી કુલ પડતરના માત્ર 15% છે.
સૂત્રોએ કહ્યુ છે, રેલવે પ્રવાસીઓને કોઈ ટિકિટ નથી વેચી રહ્યુ. માત્ર રાજ્યો દ્વારા આપવામાં આવેલી યાદીના આધારે મુસાફરોને યાત્રા કરાવી રહ્યુ છે. ભારતીય રેલવે સામાજિક અંતર જાળવી રાખવા માટે પ્રત્યેક કોચમાં બર્થ ખાલી કરાવીને શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવી રહ્યુ છે. ટ્રેને નિર્ધારિત સ્થળેથી ખાલી પાછી આવી રહી છે. રેલ મંત્રાલય દ્વારા પ્રવાસીઓને મફત ભોજન અને બોટલબંધ પાણી આપવામાં આવી રહ્યુ છે.
રેલવે મંત્રાલયના સૂત્રએ કહ્યુ, 'રેલવેએ દેશના વિવિધ ભાગોમાંથી અત્યાર સુધી 34 શ્રમિક ટ્રેનો ચલાવી છે. સંકટના સમયે વિશેષ રીતે ગરીબથી ગરીબ લોકોને પણ સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા પૂરી પાડવાની અપીલ કરીને પોતાની સામાજિક જવાબદારી પૂરી કરી રહી છે.' આ બાબતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ, એક તરફ રેલવે બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરો પાસેથી ટિકિટ ભાડુ વસૂલી રહ્યુ છે. વળી, બીજી તરફ રેલ મંત્રાલય પીએમ કેર ફંડમાં 151 કરોડ રૂપિયાનો ફાળો આપી રહ્યુ છે. જરા આ ગુત્થીને ઉકેલો.' રાહુલ ગાંધીએ પોતાના આ ટ્વિટમાં ભારતીય રેલવે તરફથી પીએમ કેર્સ ફંડમાં 151 કરોડ રૂપિયાનુ દાન આપવાના સમાચારનો સ્ક્રીન શૉટ પણ શેર કર્યો હતો.
વળી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે આ બાબતે ટ્વિટ કરીને લખ્યુ હતુ, 'ટ્રેનમાંથી પાછા લઈ જવામાં આવી રહેલ ગરીબ, લાચાર મજૂરો પાસેથી ભાજપ સરકાર દ્વારા પૈસા લેવાના સમાચાર ખૂબ જ શરમજનક છે. આજે સ્પષ્ટ થઈ ગયુ છે કે પૂંજીપતિઓના અબજો માફ કરનાર ભાજપ અમીરો સાથે છે અને ગરીબોની વિરુદ્ધ છે. મુશ્કેલીના સમયે શોષણ કરવુ વ્યાજખોરોનુ કામ હોય છે, સરકારનુ નહિ.'
આ પણ વાંચોઃ ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનને ભારતનો જવાબ, તરત ખાલી કરો ગેરકાયદે કબ્જો