For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવેની દિવાળી ગિફ્ટ: 1 પૈસામાં 10 લાખનો પ્રવાસી વીમો, નવા દરો આજથી લાગૂ

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પ્રવાસીઓ કૃપયા ધ્યાન આપો કારણકે ભારતીય રેલવેએ રેલ યાત્રીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. ભારતીય મુસાફરો હવે માત્ર એક પૈસામાં રેલ યાત્રા વીમો મેળવી શકે છે. નવા દરો આજથી લાગૂ થઇ રહ્યા છે.

railway insurance

તમને જણાવી દઇએ કે આ પહેલા આ વીમો 92 પૈસામાં આવતો હતો જ્યારે આજથી તે 1 પૈસામાં આપવામાં આવશે. હવે નવા નિયમો પ્રમાણે આજથી 31 ઑકટોબર સુધી બુક થનાર બધી ટિકિટો પર યાત્રા વીમા માટે માત્ર એક પૈસામાં પ્રીમિયમ લાગૂ થશે. આ સુવિધા માત્ર ઇ- ટિકિટ પર જ ઉપલબ્ધ છે.

ખાસ વાતો....

આ સુવિધા આજે સવારે 8 વાગ્યાથી લાગૂ થઇ ગઇ છે અને અત્યારસુધીમાં 1,20,87,625 રેલ યાત્રીઓએ આ વિકલ્પ પસંદ પણ કરી લીધો છે. તમને જણાવી દઇએ કે આઇઆરટીસીની વેબસાઇટ પરથી બુક કરવામાં આવનાર ટ્રેન ટિકિટ પર 10 લાખ રુપિયાનો વીમો આપવામાં આવે છે. અકસ્માતની સ્થિતિમાં મૃત્યુ થવા પર 10 લાખ રુપિયા અને અપંગતાની સ્થિતિમાં 7.5 લાખ રુપિયા આપવાનો નિયમ છે.

English summary
IRCTC offers Rs 10 lakh rail travel insurance for just 1 paisa, The reduced premium cost, which will be effective from 7th October, 2016 and will be valid for all tickets booked up till October 31.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X