મોદીને વડોદરાથી પડકાર ફેંકશે અરવિંદ કેજરીવાલ?
નવી દિલ્હી, 21 માર્ચ: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કહ્યું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. તેમને કહ્યું હતું છે કે જો નરેન્દ્ર મોદી બે સીટો પરથી ચૂંટણી લડે છે તો તે પણ તે બંને સીટો પરથી પડકાર ફેંકશે.
એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'હું વારાણસીના લોકોના જવાબની રાહ જોઇશ. હું ત્યાંથી લડું કે નહી, પરંતુ વારાણસીના લોકોને નરેન્દ્ર મોદીને વોટ ન આપવાની અપીલ જરૂર કરીશ.'
અરવિંદ કેજરીવાલે મીડિયા પર ફક્ત ગુજરાતની વિકાસના સમાચારો બતાવવાનો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલનો દાવો છે કે દેશમાં નરેન્દ્ર મોદીની નહી, પરંતુ ગુસ્સા લહેર છે. કોંગ્રેસ અથવા ભાજપમાંથી કોઇને બહુમત નહી મળશે અને કેન્દ્રમાં સ્થિર સરકાર નહી બને.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 100 સીટો મળવાનો દાવો કરતાં કહ્યું છે કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીમાંથી કોઇપણ વડાપ્રધાન નહી બની શકે. એવામાં 1-2 વર્ષમાં ફરીથી ચૂંટણી લડશે. વડાપ્રધાન પદ માટે પોતાની દાવેદારી પર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'હું વડાપ્રધાન બનવાનો લાલચું નથી, પરંતુ દેશની રાજકીય પરિસ્થિતી બદલવા માંગુ છું.

દિલ્હીની સ્થિતી પર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'હું અહીં ફરીથી ચૂંટણી લડવા માટે તૈયાર છું, હું પાકિસ્તાન ભાગી ગયો નથી. પાર્ટી કાર્યકર્તાઓના વિવાદ પર તેમણે સ્વિકારીર્યું હતું કે અમે ખોટી ભાષાનો ઉપયોગ કર્યો છે, જે કરવો જોઇતો ન હતો.












Click it and Unblock the Notifications
