લગ્ન વગર જ માતા બનવા જઈ રહી છે ઇલિયાના ડીક્રુઝ? કોણ છે બાળકના પિતા?

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પરદાથી દુર રહેલી ઇલિયાના ડીક્રુઝ હવે ફરી એક વખત ચર્ચામાં આવી છે. ફિલ્મો સિવાય તેની અંગત લાઈફ અને ફોટો-વીડિયોને કારણે ચર્ચામાં રહેતી ઇલિયાના ડીક્રુઝ હવે લગ્ન વગર જ માતા બનવા જઈ રહી હોવાની ચર્ચા છે.

હાલમાં જ ઇલિયાના ડીક્રુઝે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ઇલિયાના ડીક્રુઝે કંઈક એવુ કહ્યું છે કે હવે તેના ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે ઇલિયાના પ્રેગનન્ટ છે અને માતા બનવા જઈ રહી છે.

Ileana DCruz

ઇલિયાનાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં એક ન્યૂ બોર્ન બેબીસૂટ જોવા મળી રહ્યું છે. આ સૂટ પર લખેલુ છે કે હવે એડવેન્ટર શરૂ થઈ ગયુ છે. આ સિવાય અન્ય એક ફોટોમાં એક પેન્ડન્ટ જોવા મળી રહ્યું છે. તેના પર mama લખેલુ છે. હવે આ પોસ્ટે નવી અટકળોને જન્મ આપ્યો છે અને ફેન્સ બાળકના પિતાનું નામ પુછી રહ્યા છે.

ફોટો સાથે કેપ્શન લખીને ઇલિયાનાએ ફેન્સને ચૌકાવી દીધા છે. ઇલિયાનાએ લખ્યુ કે, ટૂંક સમયમાં આવી રહ્યા છે, લિટલ ડાર્લિંગને મળવા આતુર છુ. ઈલિયાનાની આ પોસ્ટ જોઈને ચાહકો ખુશ છે. અને અભિનંદન આપી રહ્યા છે અને પિતાનું નામ પુુછી રહ્યા છે.

ઇલિયાનાની પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, તમે લગ્ન ક્યારે કર્યા? અન્ય એકે લખ્યુ કે, બાળકના પિતા કોણ છે? ઇલિયાનાએ આ પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું નથી કે તે પ્રેગનન્ટ છે તે કે કેમ? આ તસવીરો જોઈને ફેન્સ તેની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.

ઇલિયાનાની પોસ્ટ પર ફેન્સ જ નહીં તેની માતા સમીરા ડીક્રુઝે પણ પ્રતિક્રિયા આપી છે. સમીરાએ લખ્યુ કે, આ દુનિયામાં જલ્દી તમારું સ્વાગત છે, માય ન્યૂ ગ્રાન્ડ બેબી, તને મળવા આતુર છુ.

અહીં તમને જણાવી દઈએ કે, ઇલિયાના વિશે એવા સમાચાર આવ્યા હતા કે તે કેટરિના કૈફના ભાઈ એન્ડ્ર્યુ નીબોનને ડેટ કરી રહી છે. એવા પણ અહેવાલ હતા કે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે પરંતુ વર્ષ 2019માં તેઓ અલગ થઈ ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X