For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજસ્વી સૂર્યા પર મહિલાએ લગાવ્યા ગંદા આરોપ, કોંગ્રેસે કહ્યુ બીજા એમ જે અકબરની તૈયારી?

ભાજપના કર્ણાટકના દક્ષિણી બેંગલુરુની સીટના ઉમેદવાર તેજસ્વી સૂર્યા પર એક મહિલાએ યૌનશોષણનો આરોપ લગાયો છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના કર્ણાટકના દક્ષિણી બેંગલુરુની સીટના ઉમેદવાર તેજસ્વી સૂર્યા પર એક મહિલાએ યૌનશોષણનો આરોપ લગાયો છે ત્યારબાદ કર્ણાટક કોંગ્રેસને મોકો મળી ગયો તેજસ્વી સૂર્યા અને ભાજપ પર નિશાન સાધવાનો. કર્ણાટક કોંગ્રેસ તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યુ છે જેમાં પૂછવામાં આવ્યુ છે કે શું તેજસ્વી સૂર્યા બીજા એમ જે એકબર બની રહ્યા છે?

અકબર પર 20 મહિલાઓએ લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ

અકબર પર 20 મહિલાઓએ લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ દેશમાં #MeToo અભિયાનમાં ઘણા મોટા લોકોના નામ સામે આવ્યા હતા. જેમાં એક નામ ભાજપના નેતા એમ જે અકબરનું પણ હતુ જેમના પર યૌન શોષણના આરોપ લાગ્યા હતા. અકબર પર લગભગ 20 મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આખા દેશમાં તેમની ઘણી ટીકા થઈ. વળી, તેમને વિદેશ રાજ્યમંત્રી તરફથી પણ રાજીનામુ આપવુ પડ્યુ હતુ.

કર્ણાટક કોંગ્રેસે કર્યુ આ ટ્વીટ

કોંગ્રેસે પોતાના ટ્વીટ સાથે મહિલાના સ્ટેટમેન્ટની એક પ્રિન્ટ સ્ક્રીન પણ શેર કરી છે જેમાં મહિલાએ કહ્યુ છે કે છેલ્લા પાંચ વર્ષો સુધી હું તેના દરેક વારને સહન કરતી રહી પરંતુ હવે હું આ બધામાંથી બહાર નીકળવા ઈચ્છુ છુ, હા હું માનુ છુ કે મારો પ્રેમ આંધળો હતો પરંતુ તેણે મારુ માનસિક અને શારીરિક રીતે શોષણ કર્યુ છે. મારુ યૌન શોષણ થયુ છે. હું ભાજપને પૂછવા ઈચ્છુ છુ કે તેણે એને ટિકિટ આપતા પહેલા આના બેકગ્રાઉન્ડની તપાસ કેમ ન કરી? માત્ર ધાર્મિક વાતો કરવા અને સારા ભાષણ આપવાથી કોઈ સાચો હિંદુ નથી બની જતો.

એકથી વધુ મહિલાઓ સાથે તેજસ્વી સૂર્યાએ કર્યા ગંદા કામ?

એકથી વધુ મહિલાઓ સાથે તેજસ્વી સૂર્યાએ કર્યા ગંદા કામ?

મહિલાએ દાવો કર્યો છે કે તે એકલી આનાથી શોષિત નથી બીજી પણ મહિલાઓ છે કે જે તેજસ્વી સૂર્યાના હાથે બરબાદ થઈ છે. હું ટૂંક સમયમાં પુરાવા રજૂ કરીશ. કર્ણાટક કોંગ્રેસ તરફથી જાહેર કરાયેલ આ ટ્વીટે હાલમાં સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી છે. હાલમાં ભાજપ અને તેજસ્વી સૂર્યા બંને તરફથી હજુ આના પર કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ભાજપે લીધો ચોંકાવનારો નિર્ણય

ભાજપે લીધો ચોંકાવનારો નિર્ણય

તમને જણાવી દઈએ કે દક્ષિણી બેંગલુરુની સીટ પરંપરાગત રીતે ભાજપના દિગ્ગજ દિવંગત નેતા અનંતકુમારની રહી છે. 1996 બાદ તે અહીંથી રેકોર્ડ છ વાર ચૂંટાયા હતા પરંતુ ગયા વર્ષે તેમનુ નિધન થઈ ગયા બાદ આ સીટ ખાલી પડી ગઈ હતી. ચૂંટણી વર્ષ હોવાના કારણે આ સીટ પર પેટાચૂંટણી થઈ નહોતી. હવે લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ચોંકાવીને 28 વર્ષના તેજસ્વી સૂર્યાને આ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. જો કે બધાને લાગી રહ્યુ હતુ કે આ સીટ પર અનંત કુમારની પત્ની તેજસ્વીની જ ઉમેદવાર હશે પરંતુ આવુ ન થયુ.

અનંત કુમારની પત્નીની જગ્યાએ સૂર્યાને મળી ટિકિટ

અનંત કુમારની પત્નીની જગ્યાએ સૂર્યાને મળી ટિકિટ

પાર્ટી હાઈકમાન્ડે સૂર્યાને પસંદ કર્યા જેની પાછળનું કારણ જણાવવામાં આવ્યુ કેતે યુવા અને સારા વક્તા છે. જ્યારે લાંબા સમયથી સામાજિક કાર્યોમાં લિપ્ત અનંત કુમારની પત્નીને પાર્ટીએ મોકો નથી આપ્યો જેનાથી પાર્ટીના કાર્યકર્તાઓને થોડી નિરાશા પણ થઈ છે. જેના વિશે તેજસ્વીનીએ મીડિયામાં નિવેદન આપ્યુ હતુ કે આ નિર્ણયથી પાર્ટી કાર્યકર્તાઓમાં થોડોઘણો અસંતોષ થઈ શકે છે પરંતુ બધાએ આ સમજવાની જરૂર છે કે આ પાર્ટીના નેતાઓનો નિર્ણય છે, મારા પતિ માટે દેશ પહેલા નંબરે હતો અને મોદીજીના સત્તામાં ફરીથી આવવુ ખૂબ જ જરૂરી છે. જો પાર્ટીએ સૂર્યાને પસંદ કર્યા છે તો આની પાછળ મોટુ કારણ હશે, અમે પાર્ટીના આ નિર્ણયનું સમ્માન કરીએ છીએ.

આ પણ વાંચોઃ

બાસાવાનગુડી ધારાસભ્યના ભત્રીજા છે તેજસ્વી

બાસાવાનગુડી ધારાસભ્યના ભત્રીજા છે તેજસ્વી

આમ સૂર્યાની ઉંમર ભલે ઓછી હોય પરંતુ તે રાજકારણમાં નવા નથી, તે છાત્ર નેતા રહી ચૂક્યા છે અને અભ્યાસ દરમિયાન ભાજપની છાત્ર વિંગ એબીવીપી સાથે જોડાયેલા હતા. સૂર્યા મૂળ રીતે કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લાના રહેવાસી છે અને બાસાવાનગુડી વિધાનસભાના ધારાસભ્ય એલ એ રવિસુબ્રમણ્યનના ભત્રીજા છે. આમ તો સૂર્યા વ્યવસાયે વકીલ છે અને તેમણે બેંગલુરુના ઈન્સ્ટીટ્યુટ ઑફ લીગલ સ્ટડીઝમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને તે કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેકટીસ પણ કરે છે. આ ઉપરાંત તે હાલમાં ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ મહાસચિવ છે. વળી, પાર્ટીની નેશનલ સોશિયલ મીડિયા ટીમના પણ સભ્ય છે.

આ પણ વાંચોઃ અઝહર પર પ્રતિબંધ મંજૂર પરંતુ પહેલા ભારતની સેના પાછી હટેઃ પાકિસ્તાનઆ પણ વાંચોઃ અઝહર પર પ્રતિબંધ મંજૂર પરંતુ પહેલા ભારતની સેના પાછી હટેઃ પાકિસ્તાન

English summary
Tejasvi Surya is in controversy after the Karnataka Congress attacked him, citing allegations of 'abuse' by a woman against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X