અબજોપતિ ઈશા અંબાણીની વાર્ષિક કમાણી સાંભળીને ચોંકી જશો, જાણો ખાસ વાતો

ઈશા અંબાણીને ફોર્બ્ઝની સૌથી નાની અબજોપતિ બિઝનેસવુમનની યાદીમાં બીજા નંબરે શામેલ કરવામાં આવી હતી.

દેશની જ નહિ પરંતુ એશિયાના અમીરોની યાદીમાં શામેલ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશાની સગાઈ 21 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં આનંદ પીરામલ સાથે થઈ ગઈ. આ ભવ્ય સગાઈનું ફંક્શન 3 દિવસ સુધી ચાલ્યુ. જેમાં બોલિવુડ, હોલિવુડ, બિઝનેસમેન અને પોલિટિકલ ઈન્ડસ્ટ્રીની મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી. આ સગાઈમાં ઈશા કોઈ પ્રિન્સેસ જેવી લાગી રહી હતી. જો બધુ નક્કી કાર્યક્રમ મુજબ રહ્યુ તો વર્ષના અંતમાં ઈશા અને આનંદ સાત જન્મોના બંધનમાં બંધાઈ જશે.

સૌથી નાની અબજપતિ ઈશા અંબાણી

સૌથી નાની અબજપતિ ઈશા અંબાણી

ઈશા અંબાણીની ઓળખ માત્ર એ નથી કે તે મુકેશ અંબાણીની દીકરી છે પરંતુ ઈશાનું પોતાનું પણ એક અસ્તિત્વ છે. જેના કારણે તેને ફોર્બ્ઝની સૌથી નાની અબજોપતિ બિઝનેસવુમનની યાદીમાં બીજા નંબરે શામેલ કરવામાં આવી હતી. આટલુ જ નહિ ઈશાને ફોર્બ્ઝે 2018 માં દુનિયાની યંગેસ્ટ ઉત્તરાધિકારીઓની યાદીમાં નંબર બે ની જગ્યા આપી હતી.

ઈશાની વાર્ષિક કમાણી 4710 કરોડ

ઈશાની વાર્ષિક કમાણી 4710 કરોડ

વર્ષ 1991 માં જન્મેલી ઈશાની વાર્ષિક કમાણી 4710 કરોડ છે. માત્ર 16 વર્ષની ઉંમરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 80 મિલિયન શેરની માલિક બનેલી ઈશાને ખૂબ જ જિંદાદિલ અને હસમુખ કહેવામાં આવે છે.

આકાશ અંબાણીની જોડિયા બહેન છે ઈશા

આકાશ અંબાણીની જોડિયા બહેન છે ઈશા

તે આકાશ અંબાણીની જોડિયા બહેન છે અને કંપનીમાં ટેલિકોમ અને રિટેલ કંપનીઓની ડાયરેક્ટર છે. યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કરનારી ઈશાને સ્માર્ટ બિઝનેસવુમનનું ટેગ મળ્યુ છે.

ડિસેમ્બરમાં થશે ઈશા-આનંદના લગ્ન

ડિસેમ્બરમાં થશે ઈશા-આનંદના લગ્ન

તમને જણાવી દઈએ કે ઈશાની સગાઈ અને આનંદ પીરામલનો સંબંઝ પરિવારની મંજૂરી બાદ જ નક્કી કરવામાં આવ્યો છે. આનંદ પીરામલ ખૂબ જ અમીર અને શક્તિશાળી પરિવારના છે. તે કોર્પોરેટ જગતના દિગ્ગજ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર છે. આનંદ પીરામલ પોતાના પિતા અજય પીરામલની કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરના પદ પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X