ઇશરત જહાં કેસ: અધિકારીઓને મળી આરોપ પત્રની પ્રત

ishrat jahan
અમદાવાદ, 16 જુલાઇ : ઇશરત જહાં એન્કાઉન્ટર મામલામાં આરોપી ચાર પોલીસ અધિકારીઓને સીબીઆઇ દ્વારા આ મહીનાની શરૂઆતમાં દાખલ કરવામાં આવેલ આરોપ પત્રની પ્રત સુપરત કરવામાં આવી છે.

ઇશરત જહાં નકલી એન્કાઉન્ટરની તપાસ કરી રહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ ખાસ સીબીઆઇ કોર્ટ સમક્ષ ત્રણ જુલાઇના રોજ સાત પોલીસ અધિકારીઓની વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યું હતું. તેમાંથી કેટલાંક આઈપીએસ અધિકારીઓ છે.

સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી જી એલ સિંઘલ, નિવૃત્ત ડીએસપી જે જી પરમાર, મહેસાણાના જીએસપી તરૂણ બારોટ અને પોલીસ કમાન્ડો અને અનાજુ ચૌધરી પોતાના વકીલની સાથે અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ બી જી જોશીની કોર્ટમાં પોતાની કોપી મેળવવા માટે કોર્ટમાં હાજર રહ્યા હતા.

મામલાની હવે પછીની સુનવણી 23 જુલાઇના રોજ થશે. સીબીઆઇ અનુસાર મુંબઇની કોલેજ વિદ્યાર્થિની ઇશરત, તેના મિત્ર જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લે અને બે પાકિસ્તાની નાગરિકો અમજદ અલી રાણા અને જીશાન જૌહરની 15 જૂન 2004ના રોજ નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ એન્કાઉન્ટર ગુજરાત પોલીસ અને આઇબીનું સંયુક્ત અભિયાન હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X