For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈશરત જહાં એનકાઉન્ટરઃ ડીજી વણઝારા અને એન કે અમીનને વિશેષ CBI કોર્ટે કર્યા આરોપ મુક્ત

ઈશરત જહાંના કથિત નકલી એનકાઉન્ટર કેસમાં પૂર્વ પોલિસ અધિકારીઓ ડી જી વણઝારા અને એન કે અમીનની આરોપ મુક્ત કરવાની અરજીને સીબીઆઈ અદાલતે સ્વીકારી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ઈશરત જહાંના કથિત નકલી એનકાઉન્ટર કેસમાં પૂર્વ પોલિસ અધિકારીઓ ડી જી વણઝારા અને એન કે અમીનની આરોપ મુક્ત કરવાની અરજીને સીબીઆઈ અદાલતે સ્વીકારી લીધી છે. વિશેષ સીબીઆઈ અદાલતમાં રિટાયર્ડ પોલિસ ઓફિસરો ડી જી વણઝારા અને એન કે અમીને પોતાની સામે સુનાવણી બંધ કરવાની અપીલ કરવાની અપીલ કરી હતી. આ કેસમાં અદાલતે 16 એપ્રિલના રોજ સુનાવણી પૂરી કરી લીધી હતી.

d g vanzara

ઈશરત જહાંના કથિત નકલી એનકાઉન્ટર કેસમાં સેવા નિવૃત્ત અધીક્ષક એન કે અમીન આ કેસમાં સહ આરોપી હતી. બંને પૂર્વ અધિકારીઓએ અદાલતમાં અનુરોધ કર્યો હતો કે ગુજરાત સરકારે તેમની સામે કાર્યવાહી ચલાવવાની સીબીઆઈને મંજૂરી નથી આપી જે સીઆરપીસીની કલમ 197 હેઠળ જરૂરી હોય છે. માટે તેમની સામે આ કેસની સુનાવણી બંધ કરવામાં આવી શકે છે. વળી, આ કેસમાં કૌસરની અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે સીઆરપીસીની કલમ 197 હેઠળ લોકસેવક પર કાર્યવાહીની મંજૂરીની જરૂર હોય છે.

આ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે આ અપહરણ, કેદ કરવા અને હત્યાનો કેસ છે એટલા માટે આ કેસમાં લાગુ નથી થતો. ગુજરાતના અમદાવાદમાં 15 જૂન, 2004ના રોજ ઈશરત જહાં અને ત્રણ બીજા લોકોને અમદાવાદમાં એક એનકાઉન્ટરમા મારી દેવામાં આવ્યા હતા. ગુજરાત પોલિસે દાવો કર્યો હતો કે ઈશરત જહાં અને એનકાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય લોકોના આતંકવાદી સાથે સંબંધ હતા.

સપ્ટેમ્બર 2009માં અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે આ એનકાઉન્ટરને નકલી ગણાવ્યુ હતુ. ત્યારબાદ આ કેસ સીબીઆઈ પાસે જતો રહ્યો હતો. સીબીઆઈએ પણ કેસના નલી હોવાની વાત કહી હતી. સીબીઆઈ મુજબ માર્યા ગયા પહેલા આ લોકો પોલિસ કસ્ટડીમાં હતા અને આ એનકાઉન્ટર સંપૂર્ણપણે નકલી રીતે કરવામાં આવ્યુ.

આ પણ વાંચોઃ CBSE 12th Result 2019: બે વિદ્યાર્થિનીઓએ કર્યુ ટૉપ, મળ્યા આટલા ગુણઆ પણ વાંચોઃ CBSE 12th Result 2019: બે વિદ્યાર્થિનીઓએ કર્યુ ટૉપ, મળ્યા આટલા ગુણ

English summary
Ishrat Jahan fake encounter case: cbi court drops charges against DG Vanzara and NK Amin
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X