For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શપથ ગ્રહણમાં છવાયેલા રહ્યાં ‘ઇશ્વર’ અને ‘હિન્દી’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લ): કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના પહેલા કેબિનેટ વિસ્તારમાં ‘ઇશ્વર' અને ‘હિન્દી' છવાયેલા રહ્યાં. આજે કુલ 21 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. જેમાં ચૌધરી વિરેન્દ્ર સિંહને છોડીને તમામે ઇશ્વરના નામ પર મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વિરેન્દ્ર સિંહે સત્ય નિષ્ઠાના નામ પર શપથ ગ્રહણ કર્યા.

mukhtar-abbas-naqvi
બીજી તરફ ટીડીપીના કોટામાંથી મંત્રી બનાવવામાં આવેલા વાય એસ ચૌધરી અને પશ્ચિમ બંગાળથી લોકસભામાં ચૂંટાઇને આવેલા બાબુલ સુપ્રિયોએ અંગ્રેજીમાં શપથ ગ્રહણ કર્યા. બાબુલે જોકે હિન્દી ગાયકના રૂપમાં નામ કમાવ્યું છે.

સાફો પહેરીને આવ્યા રાજ્યવર્ધન

સાજસ્થાનથી સાંવર લાલ જાટ અને કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે શપથ રાજસ્થાની સાફા પહેરીને લીધા. કેબિનેટમાં ડો. મહેશ શર્મા અને ડો. રામ શંકર કઠેરિયાના રૂપમાં વ્યવસાયિક પણ આવ્યા. જેમકે રાજીવ પ્રતાપ રુડી વ્યવસાયે પાયલોટ છે. તેમને રાજ્ય મંત્રી(સ્વતંત્ર પ્રભાર) આપવામાં આવ્યો છે.

કેબિનેટના બીજા મુસ્લિમ ચહેરા મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ ઇશવરના નામ પર શપથ લીધા. સાધ્વી નિરંજન જ્યોતિને કેબિનેટમાં સ્થાન મળ્યું. આ સાથે જ કેબિનેટમાં તે બીજા સાધવી થઇ ગયા. આ પહેલા ઉમા ભારતી પણ એક સાધવી છે.

આ કેબિનેટ વિસ્તારમાં દલ બદલુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. વિરેન્દ્ર સિંહ ઉપરાંત રામ કૃપાલ સિંહને પણ સ્થાન મળ્યું. તે લોકસભા ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને છોડીને ભાજપમાં સામેલ થયા હતા. આ વચ્ચે, કેટલાક જાણકારોનું કહેવું છેકે મોદી દિલ્હીમાંથી વધુ એકાદ બે સાંસદોને મંત્રી પદ આપી શકે છે, કારણ કે અહીં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

મુખ્તાર અબ્બાસ નકવીને હળવાશમાં કેમ લેવામાં આવ્યા

આ વચ્ચે, કેબિનેટ વિસ્તાર પર વરિષ્ઠ પત્રકાર શંભૂનાથ શુક્લે કહ્યું કે મંત્રીમંડળના વિસ્તાર પર દરેક વડાપ્રધાનનો પોતાનો અધિકાર હોય છે અને એ પણ તે કોને કયું મંત્રાલય સોંપે છે. મુખ્તાર અબ્બાસ નકવીને હલકામાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા. તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે અટલ બિહારી વાજપાયીના નેતૃત્વવાળી એનડીએ વનની સરકારમાં તેઓ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. ભાજપના દરેક સંકટમાં તે કામે આવ્યા અને તેઓ પાર્ટીનો એકલો ભણેલો ગણેલો મહત્વનો લધુમતિ ચહેરો છે.

તેનાથી અલગ રાજીવ પ્રતાપ રુડીની છબી સ્વચ્છ તો કહીં શકાય નહીં. પરંતુ તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેવામાં તમામ જે મંત્રી બન્યા છે, તેમને અનાડી કહીં શકાય છે. આ તુલનામાં નકવી અનુભવી તથા પરિપક્વ નેતા છે. પરંતુ શું કરી શકાય જ્યારે બધુ જ કાંચુ નિકળે. વિપરીત બુદ્ધિવાલાઓની આવી જ હાલત થાય છે. નકવીએ વિરોધ નોંધાવવો જોઇએ.

English summary
‘Ishwar’ and ‘Hindi’ rule the roost in cabinet expansion ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X