તેલંગણાના ઑનર કિલિંગમાં ISI કનેક્શન, હરેન પંડ્યા મર્ડર સાથે જોડાયા તાર
તેલંગણાના ઑનર કિલિંગમાં ISI કનેક્શન, હરેન પંડ્યા મર્ડર સાથે જોડાયા તાર
હૈદરાબાદઃ તેલંગણાના ઑનર કિલિંગ મામલે સંવેદનશીલ ખુલાસો થયો છે. દલિત યુવક પ્રણયની હત્યાના મામલામાં પોલીસે જે 7 આરોપીઓની ધરપકડ કરી છે, એમાં મોહમ્મદ અબ્દુલ બારી નામનો આરોપી પણ સામેલ છે જેના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા સાથે કનેક્શન હોવાનું માલુમ પડ્યું છે. વધુ એક ખુલાસો થયો છે કે પ્રણયની હત્યા માટે અમૃતાના પિતાએ એક કરોડની સોપારી આપી હતી.

ISI સાથે જોડાયેલા છે તાર
આ મામલાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમૃતાના પિતા મારુતિ રાવે પોતાના જમાઈની હત્યા માટે 1 કરોડ રૂપિયાની સોપારી આપી હતી. આ કેસમાં સ્થાનિક કોંગ્રેસી નેતા મોહમ્મદ કરીમની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે અબ્દુ બારી નગલોંડાના આઈએસઆઈ સંદિગ્ધ અસગર અલી ગેંગનો સભ્ય છે. આ બંનેની 2003માં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના હત્યા કેસાં સીબીઆઈએ ધરપકડ કરી હતી. અબ્દુલ બારીને છોડી મૂકવામાં આવ્યો હતો પરંતુ અસગર વિરુદ્ધ હજુ ટ્રાયલ ચાલી રહ્યું છે. ગુપ્ત એજન્સીઓ મુજબ અસગરના તાપ ISI સાથે જોડાયેલા છે.

કોંગ્રેસ નેતા દ્વારા રાવની સંડોવણી
પ્રણયની હત્યા મામલે પોલીસે જણાવ્યું કે અમૃતાના પિતા મારુતિ રાવે બારીને એક કરોડ રૂપિયાની સોપારી આપી હતી અને બારીએ આ ઘટનાને અંજામ આપવા માટે બિહારની ગેંગને પૈસા આપ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા મોહમ્મદ કરીમ દ્વારા જ રાવે બારીનો સંપર્ક કર્યો હતો. 50 લાખ રૂપિયા એડવાન્સમાં જ આપી દેવામાં આવ્યા હતા.

છોકરીના પિતાએ 1 કરોડની સોપારી આપી
જણાવી દઈએ કે ઈન્ટરકાસ્ટ લગ્ન કરવા પર તેલંગણામમાં એક દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. 24 વર્ષના પ્રણયે પોતાનાથી ઉચ્ચ જાતિની છોકરી અમૃતા સાથે લગ્ન કર્યાં હતાં, જે છોકરીના પિતાને મંજૂર ન હતું. પતિની હત્યાનો આરોપ પોતાના પિતા પર લગાવતાં અમૃતાએ કહ્યું કે એના પિતાએ જ પ્રણયની હત્યા કરાવી અને તેને ગર્ભપાત કરાવવા પણ કહ્યું હતું.












Click it and Unblock the Notifications
