ISISમાં જોડાવા જઇ રહ્યું હતું આ ભારતીય પરિવાર

બેંગલુરુ, 2 ફેબ્રુઆરી: જો આપ એવું વિચારતા હોવ કે માત્ર પાકિસ્તાનના લોકો જ અથવા તો અફગાનિસ્તાનના લોકો જ આતંકવાદી સંગઠનોમાં જોડાય છે તો આપ ખોટા છો. ભારતમાંથી પણ એવા લોકો છે જે આતંકવાદી સંગઠનો સાથે જોડાવાના ફીરાકમાં રહે છે. એવા જ એક વ્યક્તિને પોલીસે ત્યારે પકડી પાડ્યો જ્યારે તે દુનિયાના સૌથી ખતરનાખ આતંકી સંગઠન આઇએસઆઇએસને જોઇન કરવા જઇ રહ્યો હતો.

ચોંકાવનારી વાત એ છે કે આ શખ્શ એકલો ન્હોતો, પરંતુ તેની સાથે તેનો આખો પરિવાર આતંકી સંગઠનમાં જોડાવા જઇ રહ્યો હતો. તેને તુર્કીમાં પકડી લેવામાં આવ્યો. તુર્કી પુલીસે પરિવારના પાંચેય સભ્યો અને બાકીના ચાર લોકોની ધરપકડ કરી ભારત મોકલી દીધા છે. આ તમામ 9 લોકોને રવિવારે સવારે ભારત લાવવામાં આવ્યા.

isis
કોણ છે આ પરિવાર

પરિવારના મુખ્ય વ્યક્તિનું નામ છે અબૂ અહાદ, જેનું આખુ નામ મોહમ્મદ અબ્દુલ અહાદ છે. 46 વર્ષીય અબૂએ બેંગલુરુની એક સંસ્થાથી કમ્પ્યુટર સાઇન્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે. લગ્ન બાદ તે બોસ્ટન ચાલ્યો ગયો. જ્યાં તેને બે બાળકો થયા. તેના પરિવારમાં પત્ની અને પાંચ બાળકો છે. પત્ની ચેન્નાઇની રહેનારી છે. અબૂનો મિત્ર જવીબ બાબા 24 વર્ષનો છે, જે તેલંગાણાના ખમ્મન જિલ્લાનો છે અને ઇબ્રાહિમ નાઉફૉલ હાસનનો રહેનાર છે.

આ આખુ ગ્રુપ ટૂરિસ્ટ વિઝા લઇને ઇસ્તાંબુલ ગયુ, જ્યાંથી તેઓ સીરિયા જવાની ફિરાકમાં હતા. ત્યાં જઇને પ્લાનિંગ આઇએસઆઇએસ જોઇન કરવાની હતી.

બેંગલુરુ પોલીસે તમામ 9 લોકોને હિરાસતમાં લઇ લીધા છે, હાલમાં કેસ નોંધાયો છે કે નથી તે પોલીસે જણાવ્યું નથી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે એનઆઇએ અને ગુપ્તચર વિભાગના અધિકારી આ લોકો સાથે પૂછપરછ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X